નવી દિલ્હી : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ જોધપુરમાં શાહી અંદાજમાં લગ્ન પછી દિલ્હીમાં રિસેપ્શન આપી ચૂક્યા છે. પ્રિયંકાના દિલ્હીના રિસેપ્શન પછી મુંબઈના રિસેપ્શન વિશે જાતજાતની ચર્ચા ચાલી રહી હતી. એક ચર્ચા પ્રમાણે પ્રિયંકા બોલિવૂડ સ્ટાર્સ સાથે પોતાના લગ્નની ખુશી વહોંચવા નથી માગતી. જોકે આખરે પ્રિયંકાએ મુંબઈ રિસેપ્શનનું આયોજન  જાહેર કરતા તમામ પ્રકારની ચર્ચાઓ પર પુર્ણવિરામ લાગી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા અને નિક 20 ડિસેમ્બરે મુંબઈમાં સ્ટાર્સને રિસેપ્શન આપવાના છે. આ રિસેપ્શનમાં બોલિવૂડના તમામ ટોચના સ્ટાર્સ શામેલ થશે. પ્રિયંકા આ પહેલાં દિલ્હીમાં રિસેપ્શન આપી ચૂકી છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપીને પ્રિયંકાને આશીર્વાદ આપ્યા હતા. 


Video : બચ્ચન પરિવારે ભાણીબાનો જન્મદિવસ ઉજવ્યો ભવ્ય રીતે, કેક હતી 'સુપર સે ઉપર'


પ્રિયંકા લગ્ન અને દિલ્હીના રિસેપ્શન પછી કામે લાગી ગઈ છે. એક ચર્ચા પ્રમાણે પ્રિયંકા બહુ જલ્દી કરિના સાથે કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં જોવા મળશે. પ્રિયંકા લગ્ન પછી પોતાના કામમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તેણે હાલ પુરતું હનીમૂન પણ કેન્સલ કરી દીધું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...