Munjya OTT Release: હોરર કોમેડી ફિલ્મ આજના સમયમાં દર્શકોની પહેલી પસંદ બની ગઈ છે. સ્ત્રી, ભૂલભૂલૈયા 2, રુહી જેવી ફિલ્મ પછી હવે થિયેટરમાં મુંજ્યા ફિલ્મ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ લોકોનું દિલ જીતી રહી છે. ફિલ્મ નિર્માતા દિનેશ વિજાને ફરી એક વખત સાબિત કર્યું છે કે હોરર કોમેડી ફિલ્મ બનાવવાના મામલામાં તે એક્સપર્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો વાયરલ


સિનેમા ઘરોમાં મુંજ્યા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ખૂબ ઓછા સમયમાં આ ફિલ્મે સફળતા મેળવી છે અને હજી પણ સફળતા તરફ આગળ વધી રહી છે. ફિલ્મની સફળતાની સાથે જ દરેક વ્યક્તિએ જાણવા માંગે છે કે આ ફિલ્મ થિયેટર પછી ઓટીટી પર ક્યારે રિલીઝ થશે. સાથે જ આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. 


આ પણ વાંચો: Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ


થિયેટર રિલીઝ પછી મુંજ્યા ફિલ્મની રીલીઝ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. સિનેમા કરવામાં રિલીઝ થયાના થોડા જ દિવસોમાં ફિલ્મ ઓટીટી પર આવી જતી હોય છે. રિલીઝ થાય તે પહેલાથી જ તેના ડિજિટલ રાઈટ્સ પણ વેચાઈ ચૂક્યા હોય છે અને નક્કી હોય છે કે ફિલ્મ કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે. 


આ પણ વાંચો: ઋતિક રોશનને ડેટ કરવાના કારણે સબાના કરિયર પર થઈ ખરાબ અસર, 2 વર્ષ ન મળ્યું કામ


શરવરી વાઘ, અભય વર્મા સ્ટારર મુંજ્યા ફિલ્મના ડિજિટલ ડિઝની પ્લસ હોટસ્ટારે ખરીદ્યા હતા. આ ફિલ્મ સિનેમા ઘરોમાં ધૂમ મચાવ્યા પછી ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઓનલાઇન સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે અનુમાન છે કે આ ફિલ્મ હજુ બે મહિના પછી ઓટીટી પર આવશે. 


કોઈપણ સુપરસ્ટાર વિના મુંજ્યા ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના 11 દિવસની અંદર જ આ ફિલ્મે 61 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આવનારા થોડા દિવસોમાં આ ફિલ્મ 100 કરોડ પણ પાર કરી શકે છે.