Rashid Khan Demise: દિગ્ગજ સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાનનું મંગળવારે નિધન થયું છે. તેમણે 55 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. ઉસ્તાદ રાશિદ ખાન પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહ્યાં હતા, જેની સારવાર કોલકત્તાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓ વેન્ટિલેટર અને ઓક્સીજન સપોર્ટ પર હતા. ડોક્ટર્સના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે હોસ્પિટલમાં ઉસ્તાદ રાશિદ ખાનની સારવાર ચાલી રહી હતી ત્યાંના એક અધિકારીએ કહ્યું- અમે ખુબ પ્રયાસ કર્યાં, પરંતુ સફળતા ન મળી. બપોરે આશરે 3.45 કલાકે તેમનું નિધન થયું છે.


મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વ્યક્ત કર્યો શોક
ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- આ દેશ અને સંગીત જગત માટે મોટી ક્ષતી છે. હું ખુબ દુખી છું. મને વિશ્વાસ થઈ રહ્યો નથી કે રાશિદ ખાન હવે આપણી વચ્ચે નથી. 


સ્વાસ્થ્યમાં થઈ રહ્યો હતો સુધાર
પાછલા મહિને સેરેબ્રલ એટેક આવ્યા બાદ ઉસ્તાદ રાશિદ ખાનનું સ્વાસ્થ્ય વધુ બગડી ગયું હતું. તેમણે શરૂઆતમાં ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ તેમણે કોલકત્તાની એક હોસ્પિટલમાં પોતાની સારવાર ચાલુ રાખવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેમના નજીકના સૂત્રો અનુસાર પાછલા મહિને ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો હતો.


11 વર્ષની ઉંમરમાં પ્રથમવાર મંચ પર આપી હતી પ્રસ્તુતિ
ઉત્તર પ્રદેશના બદાયુમાં જન્મેલા રાશિદ ખાન ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના ભત્રીજા હતા. પોતાની શરૂઆતી ટ્રેનિંગ નાના ઉસ્તાદ નિસાર હુસેન ખાન (1909-1993) પાસેથી લીધી હતી. તેમણે 11 વર્ષની ઉંમરે પ્રથમવાર મંચ પર પ્રસ્તુતિ આપી હતી. 


આ ફિલ્મોના ગીતોને ઉસ્તાદ રાશિદ ખાને અવાજ આપ્યો હતો
ઉસ્તાદ રાશિદ ખાને શાહિદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ 'જબ વી મેટ' માટે પોતાના અવાજથી 'આઓગે જબ તુમ'ની બંદિશ સજાવી હતી, જે ખૂબ જ લોકપ્રિય બની હતી. આ સિવાય તેણે 'માય નેમ ઈઝ ખાન', 'રાઝ 3', 'મંટો' અને 'શાદી મેં જરૂર આના' જેવી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube