Thriller Web Series: જો તમે પણ સસ્પેન્સ, એક્શન, ડ્રામા, ક્રાઇમ સીરીઝ જોવાના શોખીન છો તો આજે તમને નેટફ્લિક્સથી લઈને એમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ એવી વેબ સિરીઝ વિશે જણાવીએ જે તમારા આ શોખને પૂરો કરશે. જેમને સસ્પેન્સ, થ્રીલર અને એક્શનથી ભરપૂર વેબ સિરીઝ જોવી ગમતી હોય તેમણે આ 6 વેબ સિરીઝ તો જોવી જ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Isha Ambani​: હલ્દીમાં છવાઈ ગઈ રાધિકા પણ મહેંદીમાં ઈશાએ લુંટી લીધી મહેફિલ, જુઓ ફોટો


ફરી એકવાર થ્રીલર અને એક્શન વેબ સિરીઝની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે તાજેતરમાં જ મિર્ઝાપુર વેબસિરીઝની ત્રીજી સિઝન રિલીઝ થઈ છે. મિર્ઝાપુર લોકપ્રિય થ્રીલર એક્શન વેબ સિરીઝ છે. આ વેબ સિરીઝની ત્રીજી સીઝન પર રિલીઝ થઈ છે. જો તમે મિર્ઝાપુરની ત્રણેય સિરીઝ જોઈ લીધી છે તો આજે તમને આવી જ 6 વેબ સિરીઝ વિશે જણાવીએ. 


પાતાલ લોક 


પાતાલ લોક વેબ સિરીઝ પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ વેબ સિરીઝમાં જયદીપ અહલાવત ઇન્સ્પેક્ટર હાથી રામના પાત્રમાં જોવા મળ્યા હતાં. આ વેબ સિરીઝમાં અભિષેક બેનર્જીનું પરફોર્મન્સ પાવર હાઉસ હતું. અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરીઝને અવિનાશ અરુણ અને પ્રોસિત રોયે ડિરેક્ટ કરી હતી. 


આ પણ વાંચો: Amrita Singh: એક વ્યક્તિના કહેવાથી અમૃતા સિંહએ પતિ સૈફ અલીને ખવડાવી હતી ઊંઘની ગોળીઓ


સેક્રેડ ગેમ્સ 


સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીની આ વેબ સિરીઝ ડાર્ક થ્રીલર જોનરની છે. આ વેબ સીરીઝ વિક્રમચંદ્રના ઉપન્યાસ પર આધારિત છે. આ વેબ સિરીઝમાં જે સસ્પેન્સ અને થ્રીલરનો અનુભવ થાય છે તે અદભુત છે. 


કોહરા 


કોહરા વેબ સિરીઝની સ્ટોરી એક મર્ડર થી શરૂ થાય છે. વેબ સિરીઝમાં એક એનઆરઆઈ યુવક જે લગ્ન કરવા માટે ઇન્ડિયા આવ્યો હતો તેનું મર્ડર થઈ જાય છે અને આ કેસ સોલ્વ કરવામાં જે સસ્પેન્સ ખુલે છે તે જોવાલાયક છે. 


આ પણ વાંચો: જાણો પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ ?


આર્યા 


આર્યા વેબ સીરીઝ સુસ્મિતા સેનની દમદાર વેબ સિરીઝમાંથી એક છે. ડ્રગ્સના કારોબાર વચ્ચે તે પોતાના બાળકોને કેવી રીતે બચાવે છે તે વેબ સિરીઝમાં દેખાડવામાં આવ્યું છે. 


સાસ બહુ ઓર ફ્લેમિંગો 


ડિમ્પલ કાપડિયા, રાધિકા મદાન, ઈશા તલવાર અને અગીરા ધાર અભિનીત આ વેબ સીરીઝને પણ લોકોએ વખાણી હતી. આ વેબી સીરીઝમાં મુખ્ય પાત્ર ડિમ્પલ કાપડિયાનું છે જે પોતાના ડ્રગ્સના ધંધાના વારસદારને પસંદ કરવા માંગે છે અને ત્યાંથી જ ડ્રામા શરૂ થાય છે. 


આ પણ વાંચો: Hina Khan: કેન્સરની સારવાર શરુ થતા હીના ખાનના શરીર પર પડવા લાગ્યા નિશાન, જુઓ ફોટો


રંગબાજ 


આ વેબ સિરીઝ 90 ના દાયકામાં ઉત્તર પ્રદેશને આતંકીત કરનાર ખૂંખાર ડકૈત અને કોન્ટ્રાક્ટ કિલર પ્રકાશ શુક્લાની રીયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. મિર્ઝાપુરની જેમ આ વેબ સિરીઝમાં પણ વિશ્વાસઘાત, બદલો અને આપસી દુશ્મની જોવા મળે છે.