Myasthenia Gravis બીમારી શું છે, જેને કારણે અભિનેતા અરુણ બાલીનો જીવ ગયો
Veteran actor Arun Bali dies at 79 : અરુણ બાલીના નિધન પર ટીવી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અનેક સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. ફેન્સ તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ત્યારે હકીકતમાં તેમને કઈ બીમારી થઈ હતી તે જાણી લો
Arun Bali Death News: બોલિવુડના દિગ્ગજ કલાકાર અરુણ બાલીનું નિધન થયું છે. 79 વર્ષની ઉંમરે તેમણે બોલિવુડ જગતને અલવિદા કર્યું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા, અને આજે સવારે 4.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ દુર્લભ પ્રકરારની Myasthenia Gravis નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આ એક ઓટોઈમ્યુન બીમારી છે. જે નર્વ્સ અને મસલ્સની વચ્ચે કમ્યુનિકેશન ફેલ્યોરને કારણે થાય છે. થોડા મહિના પહેલા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અનેક સેલેબ્સ અને તેમના ફેન્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. તો ચાહકોએ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
શુ છે Myasthenia Gravis
આ એક ઓટોઈમ્યુન બીમારી છે. જે નર્વ્સ અને મસલ્સની વચ્ચે કમ્યુનિકેશન ફેલ્યોરને કારણે થાય છે. માઈસ્થીનિયા ગ્રેવિસ (Myasthenia Gravis) એટલે માંસપેશીઓની નબળાઈનો રોગ બહુ જ વધી ગયો છે. આ બીમારીમાં નબળાઈ અને થાક અનુભવાય છે. અનેક દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નસ અને માંસપેશીની વચ્ચે જંક્શન બ્લોક હોવાને કારણે આ રોગ થાય છે.
આ પણ વાંચો : બોલિવુડના દિગ્ગજ કલાકાર અરુણ બાલીનું નિધન, ફિલ્મોમાં પિતાના રોલમાં હતા ફેમસ
Myasthenia Gravis એક એવી બીમારી છે, જેને આપણી ઈન્યુન સિસ્ટમ એવી એન્ટી બોડીઝ બનાવવાની શરૂ કરે છે, જે નર્વ્સ સિગ્નલ્સને અટકાવે છે. તેને કારણે જ આપણા મસલ્સ નબળા થવા લાગે છે. આ બીમારી સારી થઈ શકવી મુશ્કેલ છે. જોકે, ડોક્ટર્સ કેટલીક દવાઓ આપે છે, જેને કારણે તેના લક્ષણો દેખાતા બંધ થાય છે. આ બીમારી સૌથી પહેલા આંખોમાં અનુભવાય છે. તેના બાદ તે શરીરના મસલ્સ પર અસર કરે છે.
Myasthenia Gravis ના લક્ષણો
- આ બીમારીમાં આંખની પલકારા સૌથી પહેલા થાય છે. જેને કારણે આંખોની આસપાસની નાની પાંસળીઓ નબળી પડવા લાગે છે. જેને કારણે આંખો ખોલવા, જોવામાં તકલીફ થાય છે.
- Myasthenia Gravis ખાસ કરીને ચહેરા અને ગળાની માંસપેશીઓમાં વધુ અસર કરે છે. તેના શરૂઆતના લક્ષણોમાં તમારો ચહેરો પહેલા કરતા અલગ દેખાવા લાગે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે સ્માઈલ કરો છો તો એમ લાગશે કે તમારી આંખો મિંચાઈ રહી છે. મોઢું ઉપર ઉઠાવવામાં પણ તકલીફ અનુભવાશે. બોલવા અને ચાવવામાં પણ તકલીફ થશે.
- આ સમસ્યાને કારણે છાતીના હાડકામાં નબળાઈ અનુભવાય છે. શ્વાસ લેવામાં તકલીફ લાગવા લાગશે. જ્યારે તમે શ્વાસ લેશો તો તકલીફ પડે તો ડોક્ટરનો સંપર્ક કરો
- આ બીમારીને કારણે હાથ-પગના હાડકા પર મોટી અસર થાય છે. સ્વાસ્થય, ભોજન અને તમે કેટલો સ્ટ્રેસ લો છે, તેના પર આ બધુ નિર્ભર છે. તમને નાનકડો સામાન ઉપાડવામાં પણ તકલીફ પડશે.
આ પણ વાંચો : ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા અર્જુનસિંહનો હજી પણ લાપતા, શોધખોળ ચાલુ
આ બીમારી થવાના કારણો
Myasthenia Gravis એક ઓટો ઈમ્યુન બીમારી છે. જેનો મતલબ એ કે, તમારા શરીરની ઈમ્યુન સિસ્ટમ તમારા શરીરના ટિશ્યુઝ પર હુમલા કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આપણા શરીરમાં જિન્સ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતું તેમાં ખબર પડતી નથી કે કઈ જિન્સ ઈમ્યુનને પ્રભાવિત કરે છે.