Avalanche Uttarkashi: ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા અર્જુનસિંહ હજી પણ લાપતા, શોધખોળ ચાલુ
Uttarkashi Avalanche : ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન યથાવત... અત્યાર સુધીમાં 19 પર્વતારોહકના મોત, 10 લોકો હજુપણ લાપતા.. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં વિલંબ...
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર :ઉત્તરકાશીના ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે બુધવારે 19 પર્વતારોહકોના મૃતદેહો બહાર કાઢ્યા છે. 10 પર્વતારોહી હજી પણ લાપતા છે. ઉત્તરકાશીમાં 70 કલાક કરતાં વધુ સમયથી ઓપરેશન ચાલુ છે. જોકે, ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. સેનાના જવાનો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરાઈ ગયા છે. પરંતું પહાડો પર વાદળછાયા વાતાવરણથી ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. આ વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે. ત્યારે આ હીમ સ્ખલનમાં ફસાયેલા ગુજરાતના બે યુવકોના અપડેટ આવી ગયા છે. ગુજરાતના 5 યુવાનો પૈકી બે યુવાનો જેમાં કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના છે. રેસ્ક્યૂ દરમ્યાન કલ્પેશ બારૈયાનો આબાદ બચાવ થયો છે, જ્યારે અર્જુનસિંહ ગોહિલનો હજી પણ કોઈ અત્તોપત્તો નથી.
કલ્પેશ બારેયા બચી ગયો, પણ અર્જુનસિંહ હજી પણ ફસાયો છે
ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન યથાવત છે. અત્યાર સુધીમાં 19 પર્વતારોહકના મોત, 10 લોકો હજુપણ લાપતા છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં વિલંબ થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના 5 યુવાનો પૈકી બે યુવાનો જેમાં કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના છે. રેસ્ક્યૂ દરમ્યાન કલ્પેશ બારૈયાનો આબાદ બચાવ થયો છે, જ્યારે અર્જુનસિંહ ગોહિલની તપાસ હજુ પણ શરૂ છે.
શું થયુ હતું
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના 41 પર્વતારોહક દ્રૌપદીના ડંડા-2 પર્વત પર ચઢવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. જેમાંથી 34 ટ્રેની અને 7 ઇન્સ્ટ્રક્ટર હતા. તમામ મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે 5670 મીટર એટલે કે 18 હજાર ફૂટથી વધુ ઊંચા દ્રૌપદી પર્વતની ટોચ પર પહોંચ્યા હતા. પરત ફરતી વખતે સવારે લગભગ 8.45 વાગ્યે એક હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. બરફમાં ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન યથાવત છે. અત્યાર સુધીમાં 19 પર્વતારોહકના મૃતદેહો મળી આવ્યા છે, પરંતું 10 લોકો હજુપણ લાપતા છે.
ગુજરાતના ચાર યુવકોને બચાવાયા, માત્ર અર્જુન લાપતા
આ ટીમમાં ગુજરાતના પાંચ યુવાનો પણ સામેલ હતા. જેમાંથી ચાર યુવકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે, હવે માત્ર અર્જુનસિંહ ગોહિલ લાપતા હોવાની માહિતી મળી રહી છે.
લાપતા અર્જુનને શોધવા પિતા આજે ઉત્તરાખંડ જશે
અર્જુનસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામનો યુવાન છે. અર્જુને અગાઉની ઓલ ઈન્ડિયા સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, અગાઉ 16,000 ફૂટ પૂર્ણ કરી ફરી એડવાન્સ કોર્સ માટે ગયો હતો. ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલના પિતા ભૂપેન્દ્રસિંહ ગોહિલ પણ પુત્રની શોધમાં આજે ગાંધીનગર થી ઉત્તરાખંડ જવા રવાના થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે