મુંબઈ: બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસ (Drugs Case) માં અભિનેતા અર્જૂન રામપાલ (Arjun Rampal) ના ઘરે NCB એ રેડ પાડી છે. આજે સવારે એનસીબીના ઓફિસરો અર્જૂન રામપાલના ઘરે રેડ મારવા પહોંચ્યા. કહેવાય છે કે રામપાલના ઘરે એનસીબી ડ્રગ્સની શોધખોળ કરી રહી છે. તેમને તેની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. 


પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે NCB ની રેડ, ભારે માત્રામાં મળ્યું ડ્રગ્સ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Agisialos Demetriades પાસેથી હશીશ અને Alprazolamની ટેબ્લેટ્સ મળી હતી. આ બંને ચીજો નારકોટિક્સ તરફથી પ્રતિબંધિત છે. Agisialos નું કનેક્શન Omega Godwin નામની વ્યક્તિ સાથે હોવાનું પણ કહેવાયું હતું. જે મુંબઈમાં કોકીન સપ્લાય કરવા બદલ ધરપકડ કરાયો હતો. Omega Godwin નું નામ લેતા Agisialos Demetriades ની ધરપકડ થઈ હતી. આ વાતની પુષ્ટિ ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડેએ કરી હતી. અત્રે જણાવવાનું કે રવિવારે બોલીવુડ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે એનસીબીની રેડ પડી હતી. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube