બોલીવુડની પોલ ખોલીને મૂકી દીધી હતી આ અભિનેત્રીએ, કહ્યું- ડાયરેક્ટર સાથે સૂઈ ન ગઈ એટલે...
Happy Birthday: અભિનેત્રીનો આજે જન્મદિવસ છે. છેલ્લા કેટલાક વર્ષથી તે ફિલ્મોમાં જોવા મળતી નથી. એક વખત ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચ પર એવો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે બોલીવુડ હચમચી ગયું હતું. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
Actress Nargis Fakhri Birthday: બોલીવુડ અભિનેત્રી નરગીસ ફાખરી આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસરે ફેન્સની સાથે સાથે હસ્તીઓ પણ તેને ઢગલો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. નરગીસે વર્ષ 2011માં અભિનેતા રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં નરગિસના અભિનયને ખુબ પસંદ કરાયો હતો. ત્યારબાદ નરગીસ મે તેરા હીરો અને ઢિશુમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી નરગીસ રૂપેરી પડદે જોવા મળતી નથી.
કાસ્ટિંગ કાઉચનો ભોગ બની ચૂકી છે નરગીસ
નરગીસ ફાખરીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું. કે તે બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચનો ભોગ બની ચૂકી છે. અભિનેત્રીએ કહ્યું હતું કે તેમણે ડિરેક્ટર સાથે સૂવાની ઘસીને ના પાડી દીધી હતી, જેના કારણે તેને અનેક ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. નરગીસે પૂર્વ એડલ્ટ સ્ટાર બ્રિટની ડી લા મોરા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "મને હંમેશાથી ખબર હતી કે હું કઈ ચીજની ભૂખી છું. હું ફેમ મેળવવા માટે ભૂખી નથી આથી કઈ પણ કરવા માટે સહમત થઈ શકું નહીં. ન્યૂડ થઈ શકું નહીં કે પછી ડિરેક્ટર સાથે પણ સૂઈ શકું નહીં. આ કારણે મે અનેક જોબ્સ ગુમાવી હતી કારણ કે કેટલીક ચીજો મે કરી નહીં અને આ હચમચાવી નાખનારું હતું."
નરગીસે આગળ કહ્યું હતું કે "મારું એક સ્ટાન્ડર્ડ હતું, મારી એક બાઉન્ડરી હતી. પરંતુ જ્યારે એકથી વધુ વખત મને ફિલ્મમાંથી બહાર કાઢી મૂકવામાં આવી તો મને ખરાબ લાગ્યું હતું. પરંતુ પછી મને ખબર પડી કે સારા લોકો હંમેશા જીતે છે."
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube