ઝી બ્યૂરો, અમદાવાદઃ નસીરુદ્દીન શાહ બોલીવુડના દિગ્ગજ અભિનેતામાંથી એક છે. પોતાની દમદાર એક્ટિંગથી સાધારણ દેખાતા આ એક્ટરે સૌ કોઈની બોલતી બંધ કરી દીધી. ફિલ્મોની સાથે સાથે નસરુદ્દીનની લવ સ્ટોરી પણ ખૂબ જ દિલચસ્પ છે. નસીરુદ્દીન શાહે પહેલાં લગ્ન પોતાનાથી 15 વર્ષ મોટી પરવીન શાહ સાથે કર્યા હતા.એક્ટરના આ નિર્ણયથી તેમના પરિવારવાળા બિલકુલ ખુશ ન હતા. કેમ કે બંનેની ઉંમરમાં ઘણું અંતર હતું. નસીરુદ્દીન પણ લગભગ 19-20 વર્ષના હતા. જો કે આ લગ્ન બહુ લાંબા ન ચાલી શક્યા. લગ્નના એક વર્ષ પછી જ તેમને ડોટર હીબા શાહનો જન્મ થયો અને તેના થોડા સમય પછી  નસીરુદ્દીન અને પરવીને તલાક લઈ લીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાક પછી નસીરુદ્દીનની જીંદગીમાં એક્ટ્રેસ રત્ના પાઠકની એન્ટ્રી થઈ. રત્ના પાઠક નસરુદ્દીન શાહથી ઉંમરમાં 13 વર્ષ નાના હતા. રત્ના અને નસીરુદ્દીનની પહેલી મુલાકાત એક પ્લેના રિહર્સલ દરમિયાન થઈ હતી. તે પહેલાં રત્ના પાઠકને નસીરુદ્દીન શાહનું નામ પણ નહોતી ખબર. પ્લેના રિહર્સલમાં જ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ.


લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી નસીરુદ્દીન અને રત્ના પાઠક લિવ ઈનમાં રહ્યા. જે બાદ વર્ષ 1982માં બંનેના લગ્ન થયા. નસીરુદ્દીન અને રત્નાએ એકદમ સિમ્પલ રીતે લગ્ન કર્યા હતા. રત્ના સાથે લગ્ન કર્યા પછી થોડા જ સમયમાં નસીરુદ્દીનના પહેલા પત્ની પરવીનનું નિધન થઈ ગયું હતું. જે બાદ પુત્રી હીબાને રત્ના અને નસીરુદ્દીને સાચવી હતી. નસીરુદ્દીન અને પત્ની રત્ના લગ્નના લગભગ 40 વર્ષ થઈ ચૂક્યા છે અને બંને એકબીજા સાથે બહુ જ ખુશ છે. આ કપલના બે પુત્ર છે ઈમાદ અને વિવાન. બંનેએ મિર્ચ મસાલા અને ધ પરફેક્ટ મર્ડર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.