Natasa Stankovic Video: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા અને નતાશા એ મે 2020 માં લગ્ન કર્યા હતા. તે વર્ષે જુલાઈ મહિનામાં જ બંનેએ પોતાના પહેલા બાળક અગસ્તનું સ્વાગત કર્યું હતું. હવે બંનેના ડિવોર્સની ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેના કારણે ખળભડાળ મચી ગયો છે અને નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના ડિવોર્સની ચર્ચાને હવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Munawar Faruqui:મુનાવર ફારૂકીની તબિયત લથડી, આ ફોટો વાયરલ થતા ફેન્સની વધી ચિતા


નતાશા સ્ટેનકોવિકનો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં નતાશા એક મિસ્ટ્રી બોય સાથે ફરતી જોવા મળી છે. આ વ્યક્તિની હાજરીથી લોકોની આતુરતા પણ વધી છે કે નતાશા કોની સાથે ફરી રહી છે. આ વીડિયોમાં નતાશા વાઈટ કલરના શોર્ટ ડ્રેસ અને પિંક જેકેટમાં જોવા મળે છે. તેની સાથે એક વ્યક્તિ પણ છે જેને પણ ટીશર્ટ સાથે શોર્ટ્સ પહેરેલી છે. આ વિડીયો વાયરલ થતાં યુઝર્સ પણ પોતાના રિએક્શન આપીને અલગ અલગ અંદાજ લગાવી રહ્યા છે. 



જોકે આ વાયરલ વિડીયોના કારણે ખળભડાળ એટલે મચ્યો છે કે નતાશા સ્ટેનકોવિકને ફોટોગ્રાફર્સે તેના ડિવોર્સ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં તેણે એવું રિએક્શન આપ્યું કે જેના કારણે વીડિયો વાયરલ થવા લાગ્યો છે. જ્યારે નતાશાને ડિવોર્સને લઈ પ્રશ્ન પૂછવામાં આવે છે તો તે કેમેરામેનને થેન્ક્યુ કહી સ્માઈલ કરી અને ત્યાંથી નીકળી જાય છે. આ અફવા સાચી છે કે ખોટી તે પણ તે કહેતી નથી અને ડિવોર્સની વાતને નકારતી પણ નથી. 


કોણ છે મિસ્ટ્રી મેન ? 


આ પણ વાંચો: પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે આ 6 ફ્રેશ જોડી, એક જોડી વિશે તો વિચાર્યું પણ નહીં હોય


જોકે નતાશાની સાથે જે વ્યક્તિ છે તે કોણ છે તે પણ તમને જણાવી દઈએ. નતાશા સાથે જે વ્યક્તિ છે તે તેનો બેસ્ટ ફ્રેન્ડ અને દિશા પટનીનો બોયફ્રેન્ડ છે જેનું નામ એલેક્સ છે. તે એક ફિટનેસ ટ્રેનર છે જે બોલીવુડના ઘણા બધા સ્ટાર્સને જીમ વર્કઆઉટ કરાવે છે અને તેમની ફિટનેસનું ધ્યાન રાખે છે. દિશા પટની અને ટાઈગર શ્રોફના બ્રેકઅપ પછી દિશા આ વ્યક્તિ સાથે ફરતી જોવા મળે છે. ત્યાર પછી ચર્ચાઓ શરૂ થઈ કે આ વ્યક્તિ દિશાનો બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ છે.