Fresh Pairing: પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે આ 6 ફ્રેશ જોડી, એક જોડી વિશે તો વિચાર્યું પણ નહીં હોય કોઈએ

Fresh Pairing: આ હીરો હીરોઈનની જોડી બનશે તેવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. છેલ્લા કેટલાક સમયથી એક સાથે સ્ક્રીન પર બે એવા કલાકારોને કાસ્ટ કરવાની ખબરો ચાલી રહી છે જે આજ સુધી એકબીજા સાથે જોવા મળ્યા નથી.

Fresh Pairing: પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે આ 6 ફ્રેશ જોડી, એક જોડી વિશે તો વિચાર્યું પણ નહીં હોય કોઈએ

Fresh Pairing: બોક્સ ઓફિસ પર આ વર્ષે અને આવનારા વર્ષમાં કેટલીક એવી ફિલ્મો આવવાની છે જેમાં પહેલી વખત કેટલાક કલાકારો સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ હીરો હીરોઈનની જોડી બનશે તેવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. છેલ્લા કેટલાક સમયથી એક સાથે સ્ક્રીન પર બે એવા કલાકારોને કાસ્ટ કરવાની ખબરો ચાલી રહી છે જે આજ સુધી એકબીજા સાથે જોવા મળ્યા નથી. એટલે કે આવનારી કેટલીક ફિલ્મોમાં લોકોને ફ્રેશ પેરીંગ જોવા મળશે. આ જોડીમાંથી કેટલાક કલાકારોના નામ તો એવા છે જેના વિશે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. 

આયુષ્માન ખરાના અને સારા અલી ખાન 

મીડિયા રિપોર્ટ અનુસાર સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના એ એક સાથે ફિલ્મ સાઇન કરી છે. ચર્ચા અનુસાર આ એક એક્શન કોમેડી ફિલ્મ હશે. જેમાં પહેલી વખત આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી. 

જુનિયર એનટીઆર અને જાનવી કપૂર 

આગામી વર્ષમાં જુનિયર એનટીઆર અને જાનવી કપૂર પણ પહેલી વખત એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. હિન્દી ફિલ્મનું નામ દેવરા પાર્ટ વન છે. જેનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે. આ ફિલ્મથી જાનવી કપૂર તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. 

વિકી કૌશલ અને રશ્મિકા મંદાના

મીમી ફિલ્મના ડાયરેક્ટર એક હિસ્ટોરિકલ ફિલ્મ છાવામાં વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાને સાથે લાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વિકી કૌશલનો આ ફિલ્મનો લુક પણ વાયરલ થયો હતો. આ ફિલ્મમાં પહેલી વખત બંને એકસાથે જોવા મળશે. 

કિયારા અડવાણી અને રણવીર સિંહ 

કિયારા અડવાણી અને રણવીર સિંહ પણ પહેલી વખત એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ ડોન 3 છે આ ફિલ્મને લઈને ચાહકો પહેલાથી જ એક્સાઇટેડ છે તેવામાં હવે આ જોડીને જોવા માટે પણ લોકોની આતુરતા વધી છે. 

કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી 

કાર્તિક આર્યન ભુલ ભુલૈયા 3 ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં પહેલી વખત કાર્તિક આર્યન તૃપ્તિ સાથે જોવા મળશે. ભૂલભૂલૈયા 3 ના સેટ ની તસ્વીર પણ બને એ શેર કરી દીધી હતી. 

પ્રભાસ અને દીપિકા પાદુકોણ 

પ્રભાસની ફિલ્મ કલકીમાં પહેલી વખત પ્રભાસ અને દીપિકા પાદુકોણ એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં દિશા પટણી પણ મહત્વના રોલમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news