National Film Awards 2022: ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડ શો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત આજે કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ એવોર્ડ 2022 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. તામિલ ફિલ્મ સૂરારાઈ પોટ્રૂને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સૂરારાઈ પોટ્રૂના એક્ટર સૂર્યા અને અજય દેવગનની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ સંયુક્ત રીતે પ્રાપ્ત થયો છે. તાનાજી: ધ અનસંગ વોરિયરને બેસ્ટ ફિલ્મ ઇન હોલસમ એન્ટરટેનમેન્ટનો એવોર્ડ મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરસ્કાર શ્રેણીયોની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ તામિલ ફિલ્મ સૂરારાઈ પોટ્રૂને મળ્યો છે. ત્યારે બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મનો એવોર્ડ મૃદુલ તુલસીદાસની ફિલ્મ તુલસીદાસ જુનિયરને મળ્યો છે. ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં હતો. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ તાનાજી: ધ અનસંગ વોરિયર માટે અજય દેવગણ અને સૂરારાઈ પોટ્રૂના એક્ટર સૂર્યાને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો છે. અભિનેત્રી અપર્ણા બાલામુરલીને સૂરારાઈ પોટ્રૂ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત મલયાલમ ફિલ્મ એ.કે. અયપ્પન કોશિયમ માટે દિવંગત ડાયરેક્ટર સચ્ચીદાનંદ કે. આરને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો છે.


રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયું ક્રોસ વોટિંગ, જાણો BJP નેતાએ વિપક્ષીઓને શું કહ્યું...


રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાની યાદી
સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મ- અવિજાત્રિક
સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ- તુલસીદાસ જુનિયર
સર્વશ્રેષ્ઠ કન્નડ ફિલ્મ- ડોલૂ
સર્વશ્રેષ્ઠ મરાઠી ફિલ્મ- ગોષ્ઠ એક પૈઠણીચી
સર્વશ્રેષ્ઠ તામિલ ફિલ્મ- શિવરંજિનિયમ ઇન્મિ સિલા પેંગલ્લુમ
સર્વશ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ- કલર ફોટો
સર્વશ્રેષ્ઠ આસામી ફિલ્મ- બ્રિજ
સર્વશ્રેષ્ઠ મલાયલમ ફિલ્મ- થિંકડયુવા નિશ્ચિયમ
સર્વશ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ- દાદા લખમી
સર્વશ્રેષ્ઠ તુલુ ફિલ્મ- જિતેગે
બેસ્ટ ફિચર ફિલ્મ- સૂરારાઈ પોટ્રૂ (તામિલ ફિલ્મ)
બેસ્ટ એક્ટ્રેસ- અપર્ણા બાલામુરલી (સૂરારાઈ પોટ્રૂ)
બેસ્ટ એક્ટર- અજય દેવગણ (તાનાજી: ધ અનસંગ વોરિયર), સૂર્યા (સૂરારાઈ પોટ્રૂ)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- રાહુલ દેશપાંડે (મી વસંતરાવ)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર- નચમ્મા (એ.કે. અયપ્પન કોશિયમ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- બિજૂ મેનન (એ.કે. અયપ્પન કોશિયમ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી (શિવરંજિનિયમ ઇન્મિ સિલા પેંગલ્લુમ)
બેસ્ટ ડાયરેક્ટર- સચ્ચીદાનંદ કે. આર (એ.કે અયપ્પન કોશિયમ)
બેલ્ટ એક્શન એન્ડ ડાયરેક્શન- રાજશેખર, માફિયા સાસી અને સુપ્રીમ સુંદર (એ.કે અયપ્પન કોશિયમ)
બેસ્ટ કોરિયોગ્રાફર- સંધ્યા રાજૂ (નાટ્યમ, તેલુગુ)
બેસ્ટ લિરિક્સ- મનોજ મુતંશિર (સાઈના)
બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન- થમન એસ (અલા વેકેંટાપુર્રામુલ્લૂ)
બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈનર- નચિકેત બર્વે અને મહેશ શેર્લા (તાનાજી: ધ અનસંગ વોરિયર)
બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજનલ)- શાલિની ઉર્ષા નાયર અને સુધા કોંગારા (સૂરારાઈ પોટ્રૂ)


આગામી સમયમાં હજુ મોંઘવારી વધવાની, જાણો શું કહ્યું RBI ગવર્નરે


ઉલ્લેખનીય છે કે અજય દેવગણનો આ ત્રીજો નેશનલ એવોર્ડ છે. ત્યારે બેસ્ટ ક્રિટિક એવોર્ડ આ વર્ષે કોઈપણ ફિલ્મને મળ્યો નથી. કોવિડ મહામારીના કારણે ઘણી એન્ટ્રીઓ થઈ નથી. મોસ્ટ ફ્રેન્ડલી ફિલ્મ સ્ટેટનો એવોર્ડ મધ્ય પ્રદેશને મળ્યો છે. આ ઉપરાંત યુપી અને ઉત્તરાખંડના સંયુક્ત રૂપને સ્પેશિયલ મેન્શન એવોર્ડ મળ્યો છે. ભારતીય સિનેમાની પહેલી એક્ટ્રેસ દેવિકા રાની પર આધારીત કિશ્વર દેસાઈની બુક The Longest Kiss ને બેસ્ટ બુક ઓન સિનેમાનો એવોર્ડ મળ્યો છે. ડિગ્ની પ્લસ હોટસ્ટારની ડોક્યુમેન્ટ્રી 1232 કિમીના ગીત 'મરેંગે તો વહીં જાકર' માટે વિશાલ ભારદ્વાજને નોન ફિચર બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શનનો એવોર્ડ મળ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube