નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તીની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી (Shruti Modi)ના ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau)ની ટીમ પૂછપરછ માટે પહોંચી છે. આ સમયે શ્રુતિ મોદીના ઘરે NCBની ટીમ તેની સુશાંતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં સતત પૂછપરછ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંત કેસઃ ભાઈ શોવિકના આ નિવેદનથી વધી રિયાની મુશ્કેલી, થઈ શકે છે ધરપકડ


આજે કોર્ટમાં કરાશે શોવિક અને સેમ્યુઅલની હાજર
તમને જણાવી દઇએ કે, ડ્રગ્સ કેસની તપાસમાં NCBએ શુક્રવારના પૂછપરછ બાદ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી હતી. ત્યારે, શોવિક અને સેમ્યુઅલને આજે એનસીબી કોર્ટમાં હાજર કરશે, જેના માટે તે બંનેને લઇ એનસીબીની ટીમ નિકળી ગઇ છે. સમાચારોનું માનીએ તો પહેલા આ બંનેના મેડિલક ટેસ્ટ કરાવશે, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરશે.


આ પણ વાંચો:- Sushant Case: ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની ધરપકડ


પૂછપરછમાં શોવિક અને સેમ્યુઅલે કર્યો આ ખુલાસો
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન NCBએ શોવિક અને સેમ્યુઅલની ડ્રગ્સ ચેટ દેખાડી. સૂત્રોના અનુસાર એનસીબીની પૂછપરછમાં સેમ્યુઅલ મિરાંડાએ કહ્યું કે, તેણે શોવિકના કહેવા પર ડ્રગ્સ ડીલર પાસે ડ્રગ્સ મંગાવ્યા, જ્યારે શોવિક ચક્રવર્તીના નિવેદનમાં તેણે રિયાના કહેવા પર સેમ્યુઅલને ડ્રગ્સ લાવવા કહ્યું, એટલે કે, રિયા માટે શોવિકનું આ નિવેદન તેની ધરપકડનું કારણ બની શકે છે.


આ પણ વાંચો:- Sushant ડ્રગ્સ કેસમાં પાંચમી ધરપકડ, સૈમુઅલ મિરાંડે સ્વિકારી આ વાત


ધરપકડ થઇ શકે છે રિયા ચક્રવર્તી
સૂત્રોનું માનીએ તો, આજે રિયાને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે અને ધરપકડ પણ કરવામાં આવી શકે છે, કેમ કે, NCB સામે આપેલું નિવેદન કોર્ટમાં આપેલા નિવેદન બરાબર હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર