Neetu Kapoor Ward Off The Evil Eye At Ranbir Alia Wedding: બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. રણબીર આલિયાના લગ્ન અભિનેતાના ઘરે 'વાસ્તુ' માં સંપન્ન થયા હતા. જ્યાં આખો દેશ આ ગ્રાંડ વેડિંગની તસવીરોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તો બીજી તરફ આલિયા ભટ્ટના બ્રાઇડલ લુકની પણ ખૂબ ચર્ચા થઇ રહી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ રણબીરની દુલ્હનિયા બનવા માટે ખાસ અંદાજમાં તૈયાર થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતૂ કપૂરે ઉતારી વહૂની નજર
આલિયા ભટ્ટ દુલ્હન બનીને એટલી વધુ સુંદર લાગી રહી છે કે તેમની સાસુ નીતૂ કપૂરે તેને જોતાં જ સૌથી પહેલાં તેની નજર ઉતારી છે. સાસૂ નીતૂ કપૂર અને નણંદ રિદ્ધિમા કપૂર સહાની લગ્નની એક રાત પહેલાં પણ મીડિયા સામે આલિયા ભટ્ટની સુંદરતાને લઇને વાત કરે ચૂક્યા છે. જ્યાં નીતૂ કપૂરે લગ્નની તારીખ કન્ફોર્મ કરી હતી તો બીજી તરફ રિદ્ધિમાએ આલિયાને ઢીંગલી જેવી સુંદર ગણાવી હતી. એવામાં આલિયાના લુકને જોનારાઓ માટે દરેકની એક્સાઇટમેંટ અનેક ગણી વધી ગઇ છે.