નવી દિલ્હી: બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડના લગ્નની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી. આ વચ્ચે નેહા કક્કડે રાઇઝિંગ સ્ટાર સિંગર રોહનપ્રીત સાથે સગાઈ કરી. કહેવામાં આવી રહ્યું છે કે હવે બંને 24 ઓક્ટોબરના લગ્નના બંધનમાં બંધાશે. હાલ, તેમની સગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. આ વીડિયોમાં નેતા અને રોહનપ્રીત ભાંગડા કરતા જોવા મળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પ્રીતિ ઝિન્ટાએ 20 વખત કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું છે તેની પાછળનું કારણ


નેહા કક્કકડ અને રોહનપ્રીતે એક જેવી પોસ્ટ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શરે કરી છે. નેહાએ તેના માતા પિતાને થેક્યૂ કહ્યું છે. તેણે વધુમાં લખ્યું કે, જીવનની સૌથી સુંદર ઇવેન્ટ આપવા માટે આભાર.


Kangana Ranautને સોશિયલ મીડિયા પર મળી રેપની ધમકી, આરોપીએ કર્યો આ દાવો


નેહા કક્કડ ગુલાબી લહેંગામાં જોવા મળી
નેહા કક્કડ જ્યાં ગુલાબી રંગના લહેંગામાં જોવા મળી રહી છે. ત્યારે રોહનપ્રીતે પીચ રંગની શેરવાની પહેરી છે. બંને ઘણી મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સંભ્યો પણ જોવા મળી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube