Kangana Ranautને સોશિયલ મીડિયા પર મળી રેપની ધમકી, આરોપીએ કર્યો આ દાવો
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઇને મહારાષ્ટ્ર સરકાર સાથે વિવાદમાં ફસાયેલી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકી મળી છે. કંગનાએ મુંબઇમાં તેની સામે નોંધાયેલ FIRને લઇને એક પોસ્ટ કરી હતી
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઇને મહારાષ્ટ્ર સરકાર સાથે વિવાદમાં ફસાયેલી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકી મળી છે. કંગનાએ મુંબઇમાં તેની સામે નોંધાયેલ FIRને લઇને એક પોસ્ટ કરી હતી, જેના પર કોમેન્ટ કરતા ઓડિશા (Odisha)ના વકીલે તેને રેપની ધમકી આપી છે.
એકાઉન્ટ હેક થયાનો દાવો
વિવાદ વધતા વકીલે પહેલા તેના ફેસબુક એકાઉન્ટને હેક થયાની વાત કરી અને પછી તેને ડિલીટ કરી દીધી. આરોપી વકીલે તેની છેલ્લી પોસ્ટમાં લખ્યું, આજ સાંજે મારું ફેસબુક આઇડી હેક થઇ ગયું અને તેમાંથી કેટલીક અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવામાં આવી છે. હું કોઈપણ મહિલા અથવા સમુદાય વિશે આ પ્રકારનો વિચાર રાખતો નથી. હું પોતે શોકમાં છું અને તેના માટે માફી માંગુ છું. હું તમામ લોકોને વિનંતી કરું છુ કે, મહેરબાની કરીને મારી માફી સ્વીકાર કરો અને મને માફ કરો.
ધકપકડની માંગ
કંગના સામે આ પ્રકારની ટિપ્પણીને લઇને સોશિયલ મીડિયા પર લોકોએ આરોપી વકીલ પર નિશાન સાધ્યું હતું. કેટલાક લોકોએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક (Naveen Patnaik) પાસે આરોપીની ધરપકડની માંગ કરી છે. વકીલને કદાચ અપક્ષા નહોતી કે વિવાદ એટલો વધી જશે. તેથી આ મામલે વિવાદ વધતા તેણે પોતાનું ફેસબુક એકાઉન્ટ જ ડિલીટ કરી દીધું છે.
Who all are fasting on Navratris? Pictures clicked from today’s celebrations as I am also fasting, meanwhile another FIR...
Posted by Kangana Ranaut on Saturday, October 17, 2020
કંગનાએ લખ્યું
કંગનાએ નવરાત્રિ શરૂ થતા જ એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે લોકોને નવરાત્રિ વ્રત વિશે પૂછવાની સાથે જ મહારાષ્ટ્રની શિવસેના પર નિશાન પણ સાધ્યું હતું. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, કોણ-કોણ નવરાત્રિનું વ્રત કરે છે, આજના નવરાત્રિ ઉત્સવમાં ક્લિક કરવામાં આવી તસવીર, હું પણ વ્રત કરી રહી છું. આ વચ્ચે મારી પર વધુ એક FIR થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં પપ્પૂ સેનાને મારા સિવાય કોઈ દેખાતું નથી. મને વધારે યાદ ના કરો, હું ત્યાં જલ્દી આવીશ. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા વકીલે કંગનાને બળાત્કારની ધમકી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે