નવી દિલ્હી : બોલિવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કડ છેલ્લા કેટલાક દિવસથી પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. તેણે સોશિલલ મીડિયા પર પોતાના બ્રેકઅપનો ખુલાસો કર્યો હતો. જોકે સારા સમાચાર એ છે કે નેહા પોતાના જીવનમાં આગળ વધવાની તૈયારી કરી રહી છે. નેહાએ હાલમાં એક પોસ્ટ શેયર કરીને જીવનમાં પોઝિટીવ રહેવાની વાત લખી છે. 


Video : રણવીર સિંહે સારાને શોધી આપ્યો 'બોયફ્રેન્ડ', જોઈને થશે આંખો પહોળી અને નહીં પડે વિશ્વાસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેહા હાલમાં જિંદગીના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેની હિમાંશ કોહલી સાથેની લવ સ્ટોરીનો હવે અંત આવી ગયો છે. હાલમાં જ તે ઈન્ડિયન આઈડલના સેટ પર રડવા લાગી હતી. એક સ્પર્ધકે રોમાન્ટિક લવ સોન્ગ ગાતા અને તે ઈમોશનલ થઈ ગઈ અને સેટ પર જ રડવા લાગી. 13 ડિસેમ્બરથી શોના શૂટિંગ દરમિયાન સેટ પર તેનું હાસ્ય પણ ગાયબ હતું. નેહા ખુશમિજાજી વ્યક્તિ છે અને હંમેશા તેના ચહેરા પર હાસ્ય જોવા મળે છે પરંતુ આ સમય દરમિયાન તે ખૂબ જ ઉદાસ અને ગંભીર જોવા મળી.


નેહા એક્ટર હિમાંશ કોહલી સાથે રિલેશનમાં હતી. ત્રણ મહિના પહેલા જ નેહાને ઈન્ડિયન આઈડલ 10ના સેટ પર હિમાંશુએ પ્રપોઝ કર્યું હતું. બંને ચાર વર્ષથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. આ બાદ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા. જોકે થોડા દિવસોથી નેહાની પોસ્ટમાં જોવા મળે છે કે બ્રેકઅપથી તે ખરાબ રીતે ભાંગી પડી છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...