અમદાવાદ : જાણીતી સિંગર કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળું આલબમ હોટ ફેવરિટ થયા બાદ હવે નવું આલબમ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. કિંજલ દવેનું છોટે રાજા નામનું નવું આલબમ હજુ લોન્ચ થયે પાંચ દિવસ થયા છે ત્યાં તે આલબમને 51 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. આ દર્શાવે છે કે ગુજરાતના લોકોને હિન્દી આલબમની સાથે સાથે ગુજરાતી આલબમ પણ વધુ ગમવા લાગ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કિંજલનું આ લેટેસ્ટ આલબમ હાલમાં ટ્રેન્ડીંગમાં છે અને તેને પાંચ જ દિવસમાં 51 લાખથી વધુ હીટ મળી છે. ચાર બંગડી આલબમમાં જે વિરલ નામના બાળકલાકારે આભિનય કર્યો છે તે જ વિરલ સાથે આ આલબમમાં કિંજલ દવેએ પણ અભિનય કર્યો છે. કિંજલ સાથે ચાર બંગડી વાળું આલબમ લખનારા મનુ રબારીએ જ આ આલબમ લખ્યું છે.


આ આલબમ અમદાવાદના નરોડા પાસે આવેલા એસપી રીંગરોડ પરના વસાણી પાર્ટી પ્લોટમાં શુટ કરવામાં આવ્યું છે. આમાં કિંજલ દવેએ જે ડાન્સ કર્યો છે તે ડાન્સ શીખવામાં તેને 3 દિવસ લાગ્યા હતા. હાલ તો આ ગીત 31મી ડિસેમ્બરના દિવસે ડીજે વગાડશે અને ઉત્તરાયણમાં પણ આ ગીત વધુ લોકો વગાડી પતંગ ચગાવશે તેવી આશા ટીમ સેવી રહી છે.