નવી દિલ્હી : આ વર્ષની શરૂઆતમાં ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકથી આખા દેશનું દિલ જીતનાર એક્ટર વિક્કી કૌશલ હવે ફરીથી સૈનિકના રોલમાં દેખાઈ રહ્યો છે અને હવે તેનો ઇરાદો પાકિસ્તાનને ધૂળ ચટાડવાનો છે. હાલમાં વિક્કીએ આ તસવીર ટ્વિટ કરીને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તે જાંબાઝ ફિલ્ડ માર્શલ માણેક શોનો રોલ કરવાનો છે. હાલમાં આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે.


રિલીઝ થયું 'અર્જુન પટિયાલા'નું પહેલું ગીત, જોઈને પડી જશે જલસો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલઝારની પુત્રી અને જાણીતી દિગ્દર્શિકા મેઘના ગુલઝારે તેની આગામી ફિલ્મ ‘છપાક’ પછી આ ફિલ્મ બનાવવા માટે રણવીર સિંહનો સંપર્ક સાધ્યો હોવાની ચર્ચા હતી. જોકે આ ફિલ્મ માટે  હવે વિક્કી કૌશલને ફાઇનલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા કરવાના છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...