મુંબઈ : અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ફરી એકવાર સાથે સિલ્વર સ્ક્રિન પર દેખાવાના છે. આ બંને ‘પિંક’ પછી ડિરેક્ટર સુજોય ઘોષની ‘બદલા’માં જોવા મળશે. અમિતાભ અને તાપસીની ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મનું એક શેડ્યુલ હાલમાં જ સ્કોટલેન્ડના ગ્લોસગોમાં શૂટ કરવામાં આવ્યું છે. આ શેડ્યુલ આટોપીને અમિતાભ બલ્ગેરિયામાં શૂટ થઈ રહેલી બ્રહ્માસ્ત્રના શેડ્યુલમાં હાજરી આપવા પહોંચી ગયા છે. 


આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. ફિલ્મના પ્લોટ વિશે ખાસ જાણકારી નથી મળી પણ એને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને સુનીલ ખેત્રપાલ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ પહેલાં અમિતાભ અને તાપસી ફિલ્મમેકર સુજિત સરકારની ‘પિંક’માં જોવા મળ્યા હતા. 2016માં આ ફિલ્મે ધમાલ મચાવી દીધી હતી. હવે આ જોડીને ચમકાવતી 'બદલા' 8 માર્ચ, 2019ના દિવસે રિલીઝ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...