Video : `મણિકર્ણિકા`નું પહેલું ગીત `વિજયી ભવ` થયું રિલીઝ, જોશથી ઉભા થઈ જશે રૂંવાડા
આ ગીતમાં કંગના અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે
મુંબઈ : ગણતરીના દિવસોમાં કંગના રનૌતની ચર્ચાસ્પદ 'મણિકર્ણિકા' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું પહેલું ગીત 'વિજયી ભવ' શાહી અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ દરમિયાન કંગના રનૌત, પ્રસુન જોશી તેમજ શંકર-અહેસાન-લોય હાજર હતા. આ ગીત દેશભક્તિથી ભરપુર છે અને એ સાંભળીને જોશથી રૂંવાડા ઉભા થઈ જશે.
આ ગીતમાં કંગના રનૌત એટલે કે રાણી લક્ષ્મીબાઈ આકર્ષણનું કેન્દ્ર છે. તે અંગ્રેજો સામે બહાદુરીપૂર્વક લડતી જોવા મળી રહી છે. આ ગીતમાં અંકિત લોખંડેની હાજરી પણ ધ્યાન ખેંચી રહી છે. ગીતમાં જાણીતા એક્ટર ડેની પણ દેખાય છે. આ ગીતને શંકર મહાદેવને ગાયું છે અને ગીતને ગીતકાર પ્રસુન જોશીએ લખ્યું છે.
લોન્ચ થયું Zeeનું ફેમિલી પેક, માત્ર 45 રૂપિયામાં જૂઓ પોતાની ફેવરિટ ચેનલ્સ
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી મેગા બજેટ ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' આગામી 25 જાન્યુઆરીના રોજ હિન્દી અને તેલુગુ ભાષામાં એકસાથે રીલિઝ કરવામાં આવનારી છે. આ ફિલ્મમાં અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.