નવી દિલ્હી : રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ'નું બીજું ગીત 'કર હર મૈદાન ફતહ' આજે રિલીઝ થયું છે. આ ગીતમાં સંજયની બહેન પ્રિયા દત્તની ઝલક પહેલીવાર જોવા મળી છે. સંજય દત્તના જીવન પર આધારિત આ બાયોપીકમાં અભિનેતાના જીવનની અજાણી હકીકતો દર્શાવવામાં આવી છે. હાલમાં આ ફિલ્મના પોસ્ટર તેમજ ટીઝરમાં ફિલ્મના અલગઅલગ પાત્રોનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને હવે આ ગીતમાં પહેલીવાર પ્રિયા દત્તની ઝલક દેખાડવામાં આવી છે. સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં માહિતી આપી હતી કે તે એકસાથે ત્રણ છોકરીઓ સાથે રિલેશનશીપમાં હતો પણ ક્યારેય પકડાયો નહોતો. ફિલ્મ 'સંજૂ' 29 જૂન, 2018ના દિવસે રિલીઝ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરિશ્મા કપૂરના બીજા લગ્નના સવાલ પર પિતા રણધીર કપૂરે કહ્યું કે ...


ફિલ્મમાં રણબીર કપૂર સિવાય પરેશ રાવલ, મનીષા કોઈરાલા, દીયા મિર્ઝા, વિકી કૌશલ, સોનમ કપૂર, જિમ સરભ તેમજ કરિશ્મા તન્ના મહત્વનો રોલ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર પણ લોકોને બહુ ગમ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને એમ લાગે છે કે જાણે તમે સંજય દત્તનું જીવન પડદા પર જોઈ રહ્યા હો.