ઝી મીડિયા/બ્યૂરો: લગ્નના એક અઠવાડિયા બાદ અભિનેત્રી કાજલ અગ્રવાલ હનીમૂન પર જવા રવાના થઈ છે. અચાનક લગ્નની જાહેરાત કરીને સૌને ચોંકાવી દેનાર કાજલે હનીમૂન પર જતા પહેલા એક મહત્વનું કામ કર્યું છે અને તે છે તેની અટક બદલવાનું. કાજલ અગ્રવાલે તેનું નામ બદલી કાજલ કિચલૂ કર્યું છે. લગ્ન બાદ પતિની અટક અપનાવવા મામલે કાજલે કહ્યું કે, 'મને આ નામ સાંભળવું ખૂબ જ ગમે છે. પરંતુ હજુ હું તેનાથી અનુકુળ થઈ રહી છું. આ મારી જિંદગીનો નવો તબક્કો છે અને હું તેને અપનાવી રહી છું.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરે મુંબઈમાં પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં ગ્રાન્ડ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. કાજલના લગ્ન અને હલ્દી સહિતની વિધિની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. કાજલના લગ્નના લહેંગાને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. પોતાના મનગમતા સાથી સાથે લગ્ન કરીને કાજલ ખૂબ જ ખુશ છે અને હવે હનીમુન પર પણ ઉપડી ગઈ છે. મગધીરાની આ અભિનેત્રી તેના હનીમુન પર જતા પહેલા પાસપોર્ટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાનું નામ બદલવાની જાહેરાત કરી છે.


કાજલ અને ગૌતમ હનીમૂન માટે ક્યા જઈ રહ્યા છે તેની જાણકારી નથી આપી, પરંતુ કાજલની ઇંસ્ટા સ્ટોરી પરથી તેઓ હનીમૂન પર જઈ રહ્યા હોવાની જાણકારી મળી. જ્યારથી લગ્ન થયા છે ત્યારથી કાજલ પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે કાજલે ગયા મહિને અચાનક ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તે ગૌતમ કિચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે. માત્ર નજીકના લોકોની હાજરીમાં જ તે લગ્ન કરશે. ગૌતમ કાજલના વર્ષોથી મિત્ર છે અને બંનેનું બોન્ડિંગ અનેકવાર જાહેરમાં જોવા મળ્યું છે.


જણાવી દઈએ કે કાજલ અગ્રવાલે બોલીવુ઼ડ કરિયરની શરૂઆત ફિલ્મ 'ક્યોં હો ગયા ના'થી કરી હતી. જે બાદ તે ફિલ્મ 'સિંઘમ'માં નજર આવી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ પણ હતા. 'સ્પેશિયલ 26'માં અક્ષય કુમાર સાથે કાજલની જોડીને પસંદ કરવામાં આવી છે. કાજલ પાસે અનેક તમિલ અને તેલુગુ ફિલ્મો પણ છે. તેમની આગામી ફિલ્મોમાં મુંબઈ સાગા, આચાર્ય, મોસાગલ્લૂ, હે સિનામિકા, પેરિસ પેરિસ અને કમલ હાસનની ઈન્ડિયન 2 છે.


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube