મુંબઈ : હાલમાં સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની બહુ ચર્ચા છે. બે મહિના પહેલા જ તેમની સગાઈ થઈ હતી. હવે ટૂંક જ સમયમાં તે જોધપુરના મહેરનગઢ ફોર્ટમાં પરણી જાય તેવી શક્યતા છે. પ્રિયંકા અને નિક જોધપુરમાં તેમના લગ્ન માટે શોપિંગ કરતા પણ જોવા મળ્યા હતા. હવે બંને ટૂંક સમયમાં તેમના લગ્નની તારીખ જાહેર કરે તેવી શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા અને નિકના લગ્નની તારીખ પણ જાહેર નથી થઈ પણ મીડિયાના અહેવાલ મુજબ બંનેને બાળક લાવવાની ખૂબ જ ઉતાવળ છે. એક અંગત સૂત્ર તરફથી આ માહિતી મળી છે. આ સૂત્રએ યુ.એસ. વીકલીને જણાવ્યું કે પ્રિયંકા અને નિક હંમેશા બાળકો અંગે જ વાત કરતા હોય છે. બંને એટલે જ જલ્દી લગ્ન કરવા માંગે છે. બંને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી છે અને બંને બાળક માટે ઘણા એક્સાઈટેડ છે.


પ્રિયંકા ચોપડા બહુ જલ્દી અમેરિકન દુલ્હન બનવાની છે. હવે મળેલી ખાસ જાણકારી પ્રમાણે પ્રિયંકા પોતાના લગ્ન માટે બહુ ઉત્સાહિત છે અને એમાં કોઈ સમાધાન કરવા નથી માગતી. થોડા સમય પહેલાં સમાચાર હતા કે પ્રિયંકા અને નિક લગ્ન કરવા માટે હવાઇની પસંદગી કરી શકે છે. હવાઇ એ નિક અને પ્રિયંકા બંનેની ફેવરિટ જગ્યા છે. જોકે લાગે છે કે હવે બંનેએ જોધપુરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...