મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી સેલિબ્રિટીઓમાં ટેટુ બનાવવાનો ક્રેઝ જોવા મળે છે. સૈફ અલી ખાનથી માંડીને દીપિકા પદુકોણ તેમજ અક્ષયકુમાર જેવા સ્ટાર્સ આ ટેટુ બનાવી ચૂક્યા છે. હવે આ ક્લબમાં નિક જોનાસ બહુ જલ્દી શામેલ થઈ શકે છે કારણ કે નિક પણ એવું જ કંઈક કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા અને નિક છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં સાથે આવ્યા છે. આ બંને થોડા દિવસ પહેલાં જ ભારત આવ્યા હતા અને એ સમયે નિકની મુલાકાત પ્રિયંકાના પરિવાર સાથે થઈ હતી. આજે પ્રિયંકા અને નિકની રોકા સેરિમની છે અને સાંજે સગાઈની પાર્ટી છે. 


હાલમાં મળતી માહિતી પ્રમાણે નિક હવે પ્રિયંકાના નામનું ટેટુ બનાવવો છે. સુત્રોએ બોલિવૂડ લાઇફને આપેલી જાણકારી પ્રમાણે નિક પ્રિયંકા માટે બહુ સિરિયસ છે અને આ માટે તે પ્રિયંકાના નામનું ટેટુ બનાવવનો છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા અને નિક ઓક્ટોબર મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...