Nitin Manmohan Died: દિગ્ગજ ફિલ્મમેકર નિતિન મનમોહને 60 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Nitin Manmohan Passed Away: વેંટિલેટર પર રાખ્યા બાદ પણ નિતિનની સ્થિતિમાં કોઇ સુધારો જોવા મળ્યો ન હતો. અને ગુરૂવારે તેમણે હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
Nitin Manmohan Died: ફિલ્મ પ્રોડ્યૂસર નિતિન મનમોહને 60 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. નિતિને ગત 3 ડિસેમ્બરે ખરાબ તબિયના લીધે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ બગડતાં 15 દિવસથી વેંટિલેટર પર હતા. તો બીજી તરફ ગુરૂવારે સવારે નિતિન મનમોહનની તબિયત ખૂબ બગડી હતી. જેના લીધે તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમનું નિધન થઇ ગયું.
તમને જણાવી દઇએ કે દિગ્ગજ ફિલ્મમેકર નિતિન મોહનને હાર્ટ એટેક આવ્યા બાદ નવી મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. નિતિનની સ્થિતિ સુધરવાના બદલે સતત બગડી રહી હતી. વેંટિલેટર પર રાખ્યા બાદ પણ નિતિનની સ્થિતિમાં કોઇ સુધારો જોવા મળ્યો ન હતો. અને ગુરૂવરે તેમણે હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
મનોરંજન જગતમાં શોકની લહેર
નિતિન મનમોહનના નિધનથી મનોરંજન જગતમાં દુખનો માહોલ છે. ફેન્સ સહિત બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ પણ પોસ્ટ કરી નિતિનને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા જોવા મળી રહ્યા છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે નિતિન મનમોહન મૂવીસના ફેમસ વિલમ મનમોહનના પુત્ર હતા.
Nitin Manmohan ને પ્રોડ્યૂસ કરી હતી આ ફિલ્મો
નિતિન મનમોહનને પોતાના કેરિયરમાં ઘણા સારી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. તેમાં બોલ રાધા બોલ, લાડલા, યમલા પગલા દિવાના, આર્મી સ્કૂલ, લવ કે લિએ કુછ ભી કરેગા, દસ, ચલ મેરે ભાઇ, મહા સંગ્રામ, ઇંસાફ: ધ ફાઇનલ જસ્ટિસ, દીવાનગી, નઇ પડોશન, અધર્મ, બાઘી, ઇના મીના ડીક, તથાસ્થુ, ટેંગો, સામેલ છે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube