સલમાન ખાન અને અક્ષય કુમારની ટક્કર થશે નહી, `રાધે`ને લઇને આવ્યા મોટા સમાચાર
બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ `સૂર્યવંશી` અને સલમાન ખાનની ફિલ્મ `રાધે`ના દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. પહેલાં આ સમાચાર આવી રહ્યા હતા કે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઇ શકે છે.
નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ 'સૂર્યવંશી' અને સલમાન ખાનની ફિલ્મ 'રાધે'ના દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. પહેલાં આ સમાચાર આવી રહ્યા હતા કે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઇ શકે છે. સલમાન ખાન (Salman Khan) અને અક્ષય કુમારના બોક્સ ઓફિસના ક્લેશને લઇને સતત સમાચાર આવી રહ્યા હતા. પરંતુ હવે એવું નથી. થોડા દિવસ પહેલાં જ નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટી પોતાની ફિલ્મ સૂર્યવંશીની નવી ડેટની જાહેરાત કરી.
અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.comના અનુસાર રોહિત શેટ્ટીએ જણાવ્યું કે તેમની ફિલ્મ સૂર્યવંશી હવે દીવાળી 2020 પર રિલીઝ થશે. ત્યારબાદથી જ ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી કે સલમાન ખાન પણ પોતાની ફિલ્મ રાધેને દિવાળી પર રિલીઝ કરી શકે છે. જોકે હવે સામે આવી રહેલા રિપોર્ટસનું માનીએ તો એવું થવાનું નથી.
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ લોકડાઉન (Lockdown)ના લીધે ફિલ્મ ઇંડસ્ટ્રીને નુકસાનને જોતાં સલમાન ખાન પોતાની ફિલ્મને લઇને કોઇ ક્લેશના મૂડમાં નથી. તે પોતાની આ ફિલ્મ્ને સોલો રિલીઝ કરવાની તૈયારીમાં છે. ત્યારબાદ ફિલ્મ સ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મ 'રાધે' માટે એક યોગ્ય રિલીઝ ડેટની શોધમાં છે. આ ફિલ્મની શૂટિંગ લગભગ 80 ટકા પુરી થઇ ચૂકી છે. ફિલ્મના કેટલાક સિન્સને શૂટ કરવાના બાકી છે અને આ ઉપરાંત એક ગીતનું શૂટિંગ બાકી છે. એવામાં સલમાન ખાનની એક ફિલ્મના શૂટિંગ બાદ જ નિર્માતા-નિર્દેશક નવી રિલીઝ ડેટની જાહેરાત કરશે.
તમને જણાવી દઇએ કે 'રાધે શ્યામ' વિશાલ બજેટમાં એક મોટી ફિલ્મ છે અને વર્ષ 2021માં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે, જે મનોરંજન ઉદ્યોગ માટે એક મોટા સમાચાર છે. પ્રભાસે પોતાના ટ્વિટર પર ફિલ્મના ફર્સ્ટ લુકને શેર કરતાં લખ્યું હતું કે 'આ તમારા માટે છે મારા ચાહનારાઓ માટે! આશા છે કે તમને પસંદ આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube