મુંબઈ : બોલિવૂડની એક્ટ્રેસ જુહી ચાવલા (Juhi Chawla)નો દીકરો અર્જુન અત્યંત સંવેદનશીલ છે અને તે બોલિવૂડની બધી ચમકદમકથી દૂર રહેવાનું પસંદ છે. જોકે હાલમાં તેણે એક ઉમદા કામ કરીને બધાના દિલ જીતી લીધા છે. હાલમાં અર્જુને ઓસ્ટ્રેલિયાના આગના અસરગ્રસ્તોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. જૂહીનો દીકરો અર્જુન હાલ બ્રિટનની બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જૂહીની વાત કરીએ તો તે આજકાલ ફિલ્મોથી દૂર છે પરંતુ જાહેરાતોમાં જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપરસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે તૈયાર, શેર કર્યો ફોટો


અર્જુને પોતાની પોકેટ મનીમાંથી 300 પાઉન્ડ (લગભગ 28,000 રૂપિયા) ઓસ્ટ્રેલિયાના રાહત ભંડોળમાં દાન કર્યા છે. દીકરાની આ પહેલ વિશે વાત કરતાં જૂહી ચાવલાએ કહ્યું, “મને યાદ છે કે અર્જુને મને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં 50 કરોડ વન્યજીવો ભડથું થઈ ગયા છે. તેણે મને પૂછ્યું કે હું આ મામલે શું કરી રહી છું? ત્યારે મેં તેને જવાબ આપ્યો કે, આપણા દેશમાં કાવેરી કોલિંગ પ્રોજેક્ટના માધ્યમ થકી વૃક્ષારોપણ કરી રહી છું.


Love Aaj Kal Trailer: કરિયરની ત્રીજી ફિલ્મમાં સારાનો બોલ્ડ અવતાર, કાર્તિક સાથે કર્યો લિપલોક સીન


જૂહીએ આગળ કહ્યું, “એક દિવસ બાદ અર્જુને મને કહ્યું કે, તેણે પોતાની પોકેટ મનીમાંથી 300 પાઉન્ડ ત્યાં મોકલી આપ્યા છે. મને આશા છે કે તે સાચી જગ્યાએ પહોંચી જશે. હું આ સાંભળીને ખરેખર ખુશ થઈ અને ભગવાનનો પાડ માન્યો. મને એ વિચારીને ખુશી થઈ કે મારા દીકરાનું હૃદય માનવતા જાણે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...