નવી દિલ્હી: ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક જાણિતા પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ફિલ્મ નિર્માતા બોની કપૂરના ઘરમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેમના ઘરના નોકર ચરણ સાહુ (23)નું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. જેનો કોવિડ 19 ટેસ્ટ કરાવવા પર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તેમણે પ્રેસ રિલીઝ દ્વારા આ જાણકારી મીડિયાને આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ફિલ્મ  'Gulabo Sitabo'નું રોમાંચક ટીઝર થયું રિલીઝ, જુઓ VIDEO


ઘરનો નોકર ચરણ સાહુ (23) જે વર્ષોથી તેમની સાથે રહે છે અને તેમના ઘરમાં કામ કરે છે. બોની કપૂરનું આ ઘર લોખંડવાલા કોમ્પલેક્સમાં ગ્રીન એકર્સ સોસાયટીમાં છે. શનિવારના ચરણનું સ્વાસ્થ્ય ખબાર જોઈ તેનો કોવિડ 19 ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જ્યારે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો તો તે પોઝિટિવ હતો. તાત્કાલીક કપૂર પરિવારે તેમની સોસાયટીના અધિકારીઓ અને બીએમસીને આ જાણકારી મોકલી હતી. ત્યારબાદ બીએમસીએ તે છોકરાને ક્વોરન્ટાઇન સેન્ટર મોકલી દીધો હતો.


આ પણ વાંચો:- Janhvi Kapoor થી પરેશાન થઇ બહેન Khushi Kapoor, રસપ્રદ Video થયો Viral


એવામાં બની શકે છે કે, ઘરમાં રહેતા પરિવારના બાકી સભ્યો પણ કોરોનાથી સંક્રમિત હોઈ શકે છે. એવામાં સવાલ હતો કે, તેમણે તેમનો કોવિડ 19 ટેસ્ટ કેમ કરાવ્યો નથી, પરંતુ બોની કપૂરનું કહેવું છે કે, મારા અને મારા બાળકો તથા પરિવારના બાકી સભ્યોમાં કોઈપણ પ્રકારના લક્ષણો નથી. અમે બધા ફિટ છે અને લોકડાઉન લાગવ્યા બાદથી અમે અમારા ઘરમાં કેદ છીએ.


આ પણ વાંચો:- પીએમ નરેન્દ્ર મોદીએ શેર કર્યો 'આત્મનિર્ભર ભારત' પર લતા મંગેશકરનો વીડિયો


પ્રેસ રિલીઝમાં અભિનેત્રી જાન્હવી કપૂરના પિતા અને ફિલ્મ નિર્માતા બોની કપૂરને કહ્યું, હું મારા બાળકો અને ઘરના અન્ય કર્મચારીઓ સ્વસ્થ છીએ અને અમારામાંથી કોઈપણને કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. લોકડાઉન શરૂ થયા બાદથી અમે અમારા ઘરમાંથી બહાર નથી નીકળ્યા. અમે મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીનો આભાર માનીએ છીએ કે તમેણે તાત્લાકી એક્શન લીધી. અમને તેમની મેડિકલ ટીમ દ્વારા આપવામાં આવેલા સૂચનો અને સલાહને સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કરીશું. અમને વિશ્વાસ છે કે, ચરણ ટુંક સમયમાં સ્વસ્થ થઈ જશે અને અમારી સાથે ઘરે પરત આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube