ફિલ્મ 'Gulabo Sitabo'નું રોમાંચક ટીઝર થયું રિલીઝ, જુઓ VIDEO

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ ગુલાબો સિતાબો ડિજિટલી રિલીઝ થવા જઈ રહી છે.   

Updated By: May 19, 2020, 03:46 PM IST
ફિલ્મ  'Gulabo Sitabo'નું રોમાંચક ટીઝર થયું રિલીઝ, જુઓ VIDEO

નવી દિલ્હીઃ લૉકડાઉનને કારણે આ દિવસોમાં સિનેમાહોલ બંધ પડ્યા છે, જેના કારણે ફિલ્મો સિનેમાઘરોની જગ્યાએ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને આયુષ્માન ખુરાના  (Ayushmann Khurrana) ની ફિલ્મ 'ગુલાબો સિતાબો' પણ ડિજિટલી રિલીઝ થવાની છે. હાલ ફિલ્મનું એક રસપ્રદ ટીઝર રિલીઝ થયું છે. જેની સાથે 'ગુલાબો સિતાબો' (Gulabo Sitabo)' ના ટ્રેલરની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ગુલાબો- સિતાબોનું ટીઝર રિલીઝ કર્યુ છે. 

ગુલાબો સિતાબો 17 એપ્રિલે સિનેમાઘરમાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉને આ ફિલ્મનો ખેલ બગાડી દીધો હતો. હવે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિઓ પર 12 જૂને રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર પણ જલદી રિલીઝ થશે. અમિતાભ બચ્ચનનો આ ફિલ્મથી લુક પહેલા સામે આવી ચુક્યો છે, જેમાં દર્શકોને આ ફિલ્મ માટે ઉત્સાહિત કરી રહ્યો છે. પ્રથમવાર ફિલ્મી પડદા પર અમિતાભની સાથે આયુષ્માનની જોડી જોવા મળશે. 

 'ગુલાબો સિતાબો' ફિલ્મના ડારેક્ટર શુજીત સરકાર છે, ફિલ્મને રોની લહરી અને શીલ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યાં છે. શુજીત સરકારની ઘણી ફિલ્મોમાં અમિતાભ પહેલા કામ કરી ચુક્યા છે. એક બાદ એક મોટીથી લઈને નાની ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર લૉકડાઉનને કારણે રિલીઝ થઈ રહી છે. તેવામાં જોવાનું રહેશે કે ધૂમકેતુ, ગુલાબો સિતાબો અને શકુંતલા દેવી બાદ કઈ ફિલ્મ ડિજિટલી રિલીઝ થાય છે. 

Janhvi Kapoor થી પરેશાન થઇ બહેન Khushi Kapoor, રસપ્રદ Video થયો Viral

મહત્વનું છે કે જ્યારે મેકર્સે ગુલાબો સિતારોને ડિજિટલી રિલીઝ કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ અમિતાભ બચ્ચને પણ એક પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, તમામ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને હવે લૉકડાઉનને કારણે ડિજિટલી પણ મારી ફિલ્મ રિલીઝ થવાનો અનુભવ મને થવા જઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર