નવી દિલ્હી: એક્ટ્રેસ પાયલ ઘોષ (Payal Ghosh)એ જ્યારથી અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે, ત્યારે આ મામલો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પાયલે અનુરાગ કશ્યપને ટ્વિટર પર ટેગ કરતાં લખ્યું છે, 'અનુરાગ કશ્યપએ મારી સાથે બળજબરી કરી. નરેન્દ્ર મોદીજી તમને અનુરોધ છે કે તેમના વિરૂદ્દહ કાર્યવાહી કરવામાં આવે જેથી દેહને ખબર પડે કે હકિકત શું છે. મને ખબર છે કે આ કહેવું  મારા માટે નુકસાનકારક છે અને મારી સુરક્ષા ખતરામાં છે. કૃપયા મદદ કરો.' 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sushant Case: AIIMS આજે નહી સોંપે CBI ને રિપોર્ટ, જાણો ક્યાં સુધી જોવી પડશે રાહ


હવે ખુલીને કહી બધી વાતો
હવે આ મામલે પાયલ ઘોષે ખુલીને બધી વાતો જણાવી છે. પાયલે કહ્યું કે 'ના તો મારી તેમની સાથે ઓળખાણ હતી, ના તો પહેલાં મળ્યા હતા. તેમણે (અનુરાગ કશ્યપ) મને અનકંફર્ટેબલ ફીલ કરાવ્યું, જે થયું તે થવું કોઇતું ન હતું. કોઇ તમારી પાસે કામ માંગવા આપ્યું છે, તો તેનો અર્થ છે કે તે કોઇપણ વસ્તુ માટે તૈયાર છે. અ મને આજે પરેશાન કરે છે, પરંતુ જ્યારે મને ઇન્ટરવ્યું  આપ્યું, ત્યારે મને ખૂબ સારું લાગ્યું. 

Vodafone-Idea ના આ પ્લાનમાં 1 વર્ષ માટે ફ્રીમાં મળશે 5G સબ્સક્રિપ્શન


2014ના અંત અને 2015ની શરૂઆતની છે વાત
2014ના અંત અને 2015ની શરૂઆતની વાત છે. કલ્કિ સાથે તેમના ડિવોર્સ પણ થયા ન હતા. મેં પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ મારી ફેમિલી અને મિત્રોએ ના પાડી અને કોઇપણ કોન્ટ્રોવર્સીમાં પડવું નથી, પરંતુ મેં એટલા માટે જણાવ્યું જેથી છોકરીઓ આ બધામાં ન ફસાઇ. 

હવે ગ્રાહકોને કંફ્યૂઝ કરી શકશે નહી ટેલિકોમ કંપનીઓ, TRAI એ કર્યું આ કામ


6 વર્ષથી આ બોલવા માંગતી હતી પાયલ
તેમણે આગળ કહ્યું કે 'હું ઘણીવાર ટ્વીટ કર્યું ને ઘણીવાર ડિલીટ કર્યું. મારા મેનેજરે મારા ભાઇને ફોન કર્યો કે ડિલીટ કરો ટ્વીટ, આ બધા લોકો મારા વેલવિશર છે. મારા ફેમિલી કંઝરવેટિવ છે. તો મને સપોર્ત કરશે પણ નહી. તે કહી રહ્યા છે કે આ બધુ છોડો... ઘરે ચલો. જો અનુરાગ મને સોરી કહેતા.. તો સારું હોત. પરંતુ તેમણે ડિનાઇ કર્યું. મને 6 વર્ષ લાગ્યા આ બધુ બોલવામાં. બધાની હિંમત થઇ ન શકે. બોલીવુડમાં બધા ખરાબ નથી. ડ્રગ્સ બધા લે છે, એવું નથી, પરંતુ બધા લેતા નથી એવું પણ નથી. તેને ગ્લોરિફાઇ કરવા ન જોઇએ.  


સપોર્ટમાં રાષ્ટ્રીય મહિલા આયોગ
તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યૂ)ની પ્રમુખ રેખા શર્માએ કહ્યું કે 'કાલે રાત્રે પાયલ ઘોષે ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું હતું કે 2015માં અનુરાગ કશ્યપએ તેમણે સેક્શુઅલ હેરેસ કર્યું. મેં તેમને રિપ્લાયમાં કહ્યું કે જો તે કંપલેન કરવા માંગે છે, તો રાષ્ટ્રીય મહિલા આયોગ તેમની સાથે ઉભા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube