Ranveer Singh Nude Photoshoot: બોલીવુડ અભિનેતા રણવીર સિંહ તાજેતરમાં ન્યૂડ ફોટોશૂટને લઈને વિવાદમાં ફસાયો હતો. રણવીર સિંહના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. જો કે અભિનેતાનું આ ફોટોશૂટ અનેક લોકોને ગમ્યું નહતું અને ખુબ વિરોધ પણ થયો. મામલો પોલીસ સુધી પહોંચ્યો અને રણવીર સિંહે પણ આ મામલે પોતાનું નિવેદન નોંધાવ્યું છે જેને લઈને હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીર સિંહે કરી સ્પષ્ટતા
રણવીર સિંહને ગત મહિને ન્યૂડ ફોટોશૂટ અંગે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં તલબ કરાયો હતો. અહીં અભિનેતાએ બે કલાક સુધી રોકાઈને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. હાલ મળેલી જાણકારી મુજબ રણવીરે પોતાના નિવેદનમાં કહ્યું કે કોઈએ તેના ફોટા સાથે છેડછાડ કરી છે. તેણે કહ્યું કે જેવું દેખાડવામાં આવી રહ્યું છે તે પ્રકારે શૂટ કરાયું નહતું. રણવીર સિંહનું નિવેદન પોલીસે નોંધી લીધુ છે અને હવે તે આ નિવેદનને વેરિફાય કરી રહી છે. અત્રે જણાવવાનું કે રણવીરે આ નિવેદન 29 ઓગસ્ટે નોંધાવ્યું હતું. 


લોકોએ કર્યો હતો વિરોધ
રણવીર સિંહે 22 જુલાઈના રોજ પોતાના ન્યૂડ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ હતી. રણવીરે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું હતું. લોકો ઝડપથી રણવીરની તસવીરો શેર કરવા લાગ્યા અને જેમ જેમ ફોટા વાયરલ થયા તેમ તેમ સમગ્ર દેશમાં અભિનેતા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થવા લાગ્યું. 


અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ જલદી આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'રોકી અને રાનીની પ્રેમ કહાની' માં જોવા મળશે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં પણ જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube