Arjun-Malaika Break Up: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કેટલાક સમયથી તેમના બ્રેકઅપ ને લઈને ચર્ચામાં છે. ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા નું બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપની સતત ચાલતી ચર્ચા વચ્ચે મલાઈકા અરોરા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એવી સ્ટોરી પોસ્ટ કરી છે જેને લઈને બ્રેકઅપની ચર્ચાઓ વધારે તેજ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકબીજા સાથે સતત સમય પસાર કરતા અને instagram પર એકબીજાની પોસ્ટ પર કમેન્ટ અને લાઈક કરતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી એકબીજાના ફોટો પર કમેન્ટ કરવાથી દૂર રહે છે. એટલું જ નહીં બંને એકબીજાની તસ્વીરને લાઈક પણ નથી કરતા. આ કપલ છેલ્લા કેટલાક સમયથી એક સાથે જોવા પણ નથી મળતું તેને લઈને ફેન્સ વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ છે કે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. 


આ પણ વાંચો:


Netflix પર આવશે પહેલો પાકિસ્તાની શો, બોલીવુડમાં કામ કરી ચુકેલા આ કલાકારો દેખાશે શોમા


Crime Web Shows: રિયલ લાઈફ પર બનેલી આ ક્રાઈમ કહાનીઓ જોવા દમ જોઈએ! કાચા પોચા ના જોતા


Review: આયુષ્માન ખુરાનાની 'Dream Girl 2' ક્યારેક હસાવે છે ક્યારેક પકાવે છે


અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે મલાઈકાએ એક એવી સ્ટોરી પોસ્ટ કરી છે જેને લઈને ફેન્સ કહી રહ્યા છે કે અર્જુન કપૂર અને મલાઈકા એ એકબીજાથી રસ્તો અલગ કરી લીધો છે. Instagram સ્ટોરીમાં મલાઈકા અરોરાએ જે પોસ્ટ શેર કરી હતી તેમાં લખેલું હતું કે "બદલાવ જ જીવનનો નિયમ છે. જે લોકો માત્ર પાસ્ટ અને પ્રેઝન્ટને જ જોવે છે તે ભવિષ્યને મિસ કરે છે."


કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અર્જુનની બહેન અંશુલા, જાનવી અને ખુશીને પણ અન ફોલો કરી દીધી છે. જોકે અર્જુન કપૂરને મલાઈકા અરોરા હજી પણ ફોલો કરે છે. જોકે બ્રેકઅપની વાત માત્ર અફવા પણ હોઈ શકે છે કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બંને એકબીજા સાથેની તસવીરો પણ ડીલીટ કરી નથી. આ ઉપરાંત બ્રેકઅપની ચર્ચાઓ ને લઈને બંનેમાંથી કોઈએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી નથી. 


મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ખબરો વચ્ચે અર્જુન કપૂરનું નામ કુષા કપિલા સાથે પણ જોડાઈ રહ્યું છે. જોકે આ વાતને લઈને કુષા કપિલાએ જોરદાર જવાબ સોશિયલ મીડિયા પર આપી દીધો છે.