Alia Bhatt ના પિતાએ પોતાની પુત્રીને જ કરી લીધી Lip Lock Kiss! હજુ તો એની ઈચ્છા...જાણીને તમે કહેશો કેવો બાપ છે
On This Day Mahesh Bhatt Truns 73: વાત કરીએ બોલીવુડના એક નામાંકિત ડિરેકટર જેમણે અનેક મોટી ફિલ્મોને ડિરેકટ કરી અને તે ફિલ્મોએ સફળતાના ઝંડા ફરકાવ્યા. જોકે, તેમની અંગત લાઈફ પણ કોઈ ફિલ્મની સ્કિપ્ટથી કમ નથી. એમની લાઈફની કહાની પણ જાણવા જેવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વાત બોલિવુડની હોય ત્યારે અભિનેતા-અભિનેત્રી કે નિર્માતાઓની પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ બંને ચર્ચામાં રહેતી હોય છે. હિન્દી ફિલ્મોના જાણિતા દિગદર્શક મહેશ ભટ્ટે જેટલી સારી ફિલ્મો બનાવી તેટલા જ તેઓ અંગત જીવનના કારણે કાયમ ચર્ચાનું કેન્દ્ર રહ્યા. પરિણિત હોવા છતાં મહેશ ભટ્ટનું એક, બે નહીં પરંતું ત્રણ અભિનેત્રીઓ સાથે અફેર રહ્યુ.મહેશ ભટ્ટની ફિલ્મોમાં તમને ડ્રામા, સસ્પેન્સ અને કોન્ટ્રોવર્સી જોવા મળે તેમ તેમની અંગત જિંદગીમાં પણ કોન્ટ્રોવર્સી, ડ્રામા અને સસ્પેન્સ રહ્યો છે.
બોલિવુડના નામાંકિત ડિરેકટર મહેશ ભટ્ટે અનેક મોટી ફિલ્મોને ડિરેકટ કરી અને તે ફિલ્મોએ સફળતાના ઝંડા ફરકાવ્યા. મહેશ ભટ્ટ તેમના પ્રેમ સંબંધના કારણે પણ વિવાદમાં સપડાયા. લગ્નેત્તર સંબંધથી લઈને ધર્મ પરિવર્તન સહિતની અનેક ઘટનાઓ તેમના જીવનમાં ઘટી. મહેશ ભટ્ટના જીવનમાં ઘટેલી ઘટનાઓથી તેમની જિંદગી બદલાઈ ગઈ.
પોતાની પુત્રી પૂજા ભટ્ટને મહેશ ભટ્ટે કરી લીધી લીપ કિસ:
જોકે, એક સમય એવો પણ આવ્યો જ્યારે મહેશ ભટ્ટે પોતાની જ દિકરી પુજા ભટ્ટને લીપ કિસ કરી લીધી અને આ ફોટો મીડિયામાં વાયરલ થયો. ત્યારે મહેશ ભટ્ટે તો ત્યાં સુધી કહી દીધું કે જો પૂજા મારી દિકરી ના હોત તો હું તેની સાથે લગ્ન પણ કરી લેત. એ વાત અલગ છેકે, પોતાની વિવિધ ફિલ્મોમાં પુજા ભટ્ટે ઘણાં એક્ટર્સ સાથે લીપ કિસના સીન આપેલાં છે.
પિતાના અફેર્સના કારણે પૂજા ભટ્ટના જીવનમાં અસર:
પૂજા ભટ્ટ પહેલા એવું માનતી હતી કે સોની રાજદાને તેના અને તેના પરિવારને વેરવિખેર કરી નાખ્યા. ત્યારબાદ પૂજાના માતા કિરણે સમજાવ્યું કે તું પ્રેકટિકલ બન, ભલે મારા અને તારા પિતાના સારા સંબંધ ન હોય પણ તું તારા પિતા સાથે સારા સંબંધ રાખ. આ ઘટનાક્રમ બાદ પૂજાનું તેના પિતા સાથે બોન્ડિંગ વધતું ગયું. 90ના દાયકાની સફળ અભિનેત્રી વ્યસનના રવાડે ચડી ગઈ અને તેની કારકિર્દી પૂર્ણ થઈ ગઈ. વર્ષ 2016માં મહેશ ભટ્ટની સમજાવટ બાદ પૂજા ભટ્ટે દારૂ છોડ્યો અને તેને હજી સુધી દારૂનું સેવન કર્યુ નથી. મહેશ ભટ્ટની બન્ને દિકરીઓ પુજા અને આલિયા ખુબ જ હોટ હીરોઈન બની.
પરવીન સાથે પ્રેમ ચડ્યો પરવાન:
પહેલેથી લગ્ન થયેલા હોવા છતાં મહેશ ભટ્ટે પરવીન સાથે સંબંધ બાંધ્યા. બંને લિવ-ઈન-રિલેશનશીપ રહેતા હતા. મહેશ-પરવીનનો રિલેશન ઘણો સારો ચાલી રહ્યો હતો પરંતું આ સંબંધને ગ્રહણ લાગી ગયું. એક રાત્રે મહેશ ભટ્ટ જ્યારે પરવીન બાબીના ઘરે પહોંચ્યા ત્યારે તે અલગ રૂપમાં જ જોવા મળી. પરવીન તેની કોઈ ફિલ્મના કોસ્ટ્યુમ પહેરી રાખ્યા હતા. પરવીનના હાથમાં ચપ્પુ હતું. પરવીનના વાળ વેરવિખેર હતા તેનો મેકઅપ ખરાબ થયેલો હતો.મહેશને જોઈ પરવીન બોલી હતી કે 'મહેશ દરવાજો બંધ કરી દે, તે આપણને મારવા માગે છે'... મહેશ પરવીનની આ હાલત જોઈ દંગ રહી ગયા. મહેશ ભટ્ટ સમજી ન શક્યા કે પરવીન બાબીને શું થયું છે?.. પરવીન બાબીને Schizophrenia નામની માનસિક બિમારી હતી. આ બિમારીમાં વ્યક્તિના મનમાં એવો ભ્રમ ઉભો થાય કે તેને કોઈ મારવા માગે છે. મહેશ ભટ્ટ પરવીનને અમેરિકા લઈ ગયા પરંતું તેનામાં કઈ સુધારો જોવા મળ્યો નહીં પરવીન બાબીએ ત્યારબાદ મહેશ ભટ્ટથી પણ દૂરી બનાવી લીધી. મહેશ ભટ્ટ પણ લાંબા સમય સુધી પરવીન બાબીને ન મળ્યા. ત્યારબાદ વર્ષ 2005માં પરવીન બાબીના મોતના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝટકો આપી દીધો.
IPL 2021: ધોની બાદ આ ખેલાડી બનશે CSK નો કેપ્ટન? જાડેજાના ટ્વીટથી મચ્યો હંગામો
લોરિયન બ્રાઈટ સાથે કર્યા પહેલાં લગ્ન:
મહેશ ભટ્ટ જ્યારે કોલેજમાં હતા ત્યારે પહેલીવાર તેમની મુલાકાત લોરિયન સાથે થઈ. 20 વર્ષના મહેશની દોસ્તી લોરિયન સાથે ગાઢ થઈ. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આ સમયે લોરિયન બોમ્બે સ્કોટિશ અનાથ આશ્રમમાં અભ્યાસ કરતી હતી. મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો હતો કે હું લોરિયનને મળવા માટે દીવાલ કૂદીને ગયો હતો. મહેશ ભટ્ટે તે સમયે 'ડાલડા' અને 'લાઈફબોય' માટે જાહેરાત બનાવી. લોરિયન નામ બદલીને કિરણ નામ રાખ્યું અને મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા. મહેશ ભટ્ટ અને કિરણની ઉમર ત્યારે 20 વર્ષ હતી. લગ્નના એક વર્ષ બાદ પૂજા ભટ્ટનો જન્મ થયો. મહેશ ભટ્ટ અને કિરણ વચ્ચે અણબનાવ વધ્યો ત્યારે તે કિરણને છોડીને બોલિવુડની એક્ટ્રેસ પરવીન બાબી સાથે રહેવા લાગ્યા હતા.
પોલીસવાળાએ આ અભિનેત્રીને કહ્યું તારો બિકીનીવાળો ફોટો બતાવ, તને અંદરથી જોવાની ઈચ્છા થઈ છે!
પ્રેમ, લગ્ન અને તલાક મહેશ ભટ્ટના જીવનનો ભાગ:
પરવીન બાબી સાથે રહેવાના કારણે તેમના લગ્નજીવનમાં તણાવ વધતો ગયો. મહેશ ભટ્ટે પરવીન સાથે સંબંધ યથાવત રાખ્યા. ત્યારબાદ મહેશ અને પરવીનના સંબંધમાં તિરાડ પડી અને કિરણ ફરીથી મહેશ ભટ્ટના જીવનમાં આવી ગઈ. અત્યાર સુધી બંનેના સંબંધ સુધર્યા નહીં પરંતું બંનેએ તલાક પણ લીધા નથી. એ પછી સોની રાજદાન મહેશ ભટ્ટના જીવનમાં આવી.
સોની રાજદાન સાથે લગ્ન કરવા ધર્મ બદલ્યો:
પરવીન બાબી એકતરફ માનસિક બિમારીનો ભોગ બની તો બીજીતરફ મહેશ ભટ્ટના જીવનમાં ત્રીજી મહિલાની એન્ટ્રી થઈ. મહેશ ભટ્ટ જ્યારે સોની રાજદાનના પ્રેમમાં પડ્યા ત્યારે તે કિરણ સાથે રહેતા હતા. મહેશ ભટ્ટને સોની રાજદાન સાથે પ્રેમ થયો અને તેનો સોની સાથે લગ્ન કર્યા. સોની રાજદાન જોડે લગ્ન કરવા મહેશે ઈસ્લામ ધર્મ અપનાવ્યો. મહેશ અને સોની રાજદાને શાહિન અને આલિયાને જન્મ આપ્યો. આલિયા ભટ્ટ આજે યુવાવર્ગમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીમાંથી એક છે.
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube