મુંબઈ : હાલમાં પ્રિયંકા ચોપરાએ કાન 2019માં રેડ કાર્પેટ વૉક કર્યું છે, ત્યારથી તેની પ્રેગનેન્સીની ચર્ચાએ ફરી જોડ પકડ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે તેના લેટેસ્ટ ફોટોઝ જોઈને તેના ફેન્સને લાગી રહ્યું છે કે પ્રિયંકા પ્રેગનન્ટ છે. હવે આ વાતને એક હોલિવૂડ એક્ટ્રેસે સમર્થન આપ્યું છે. પ્રિયંકાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરતા અમેરિકન એક્ટ્રેસ ઓક્ટેવિયા સ્પેન્સરે લખ્યું ‘Stunning Mamacita’ જેનો અર્થ થાય છે હૉટ મમ્મી. ઓક્ટેવિયા સ્પેન્સર પ્રિયંકાની ખાસ બહેનપણી અને હોલિવુડ એક્ટ્રેસ છે. બંને ‘અ કિડ લાઈક જેક’ના પ્રમોશન વખતે પણ સાથે દેખાયા હતા અને બંને વચ્ચે સારી મૈત્રી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને હજી ત્રણેક મહિના થયા હતા અને તેની પ્રેગનન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલાં ન્યુ યોર્ક ફેશન વીક (NYFW)માં પ્રિયંકાના અપિયરન્સ પછી પણ તે પ્રેગનન્ટ હોવાની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. ન્યુયોર્ક ફેશન વીકમાં પ્રિયંકાને જોઈને બધાને લાગી રહ્યું છે કે તેનું પ્રથમ ટ્રાઇમેસ્ટર ચાલી રહ્યું છે પણ પ્રિયંકાની માતાએ આ વાતને રદિયો આપ્યો હતો. પ્રિયંકાએ પોતાની પ્રેગનન્સીની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પણ થોડા સમય પહેલાં રિપોર્ટર્સ સાથેની વાત કરી હતી કે તે ‘ઓર્ગેનિક’ રીતે માતા બનવા માંગે છે.


[[{"fid":"215853","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


જો કે પ્રિયંકા-નિકના નજીકના મિત્રોએ પિંકવિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બંને બાળકને આવકારવા આતુર છે. બંને પોતાના ભત્રીજાઓથી પણ ખૂબ ક્લોઝ છે અને તેમને ભરપૂર લાડ લડાવે છે. ન્યુ યોર્ક ફેશન વિકમાં તેના માઈકલ કોર્સના ફેશન શોનો લૂક જોઈને લોકોને લાગી રહ્યું છે કે તેનો બેબી બમ્પ દેખાય છે.


લગ્ન પછી તરત જ પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું છે કે ''હું ચોક્કસપણે એક દિવસ પિતા બનવા ઇચ્છું છું. મારું બાળપણ સપના જેવું હતું પણ અમે બહુ જલ્દી મોટા થઈ ગયા. હું બાળપણથી જ મારા જીવનના લક્ષ્ય માટે સ્પષ્ટ હતો. મેં નાની વયે ઘણું જોઈ લીધું છે અને હવે હું આ અનુભવોને બાળકો સાથે વહેંચવા માંગું છું.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...