પટના: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ દેશમાં તેના ચાહકો શોકમાં છે. તેના મોતે બોલીવુડથી લઇને સમગ્રે દેશને હચમાચીવી દીધો છે. ત્યારે બીજી તરફ સુશાંતના મોત બાદ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને કરણ જોહરની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંતની બેસ્ટ ફ્રેન્ડ રોહિણીની પોસ્ટ વાયરલ, મિત્ર વિશે જણાવી એવી વાતો...જાણીને આંખો ભીની થશે


મુઝફ્ફરપુરમાં સલમાન સહિત 8 સ્ટાર્સ પર કેસ નોંધાવવામાં આવ્યા બાદ હવે કરણ જોહર અને સલમાન ખાન પર બિહારમાં વધુ એક કેસ નોંધાવવામાં આવ્યો છે. સવર્ણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગવત શર્માએ કરણ જોહર અને સલમાન ખાન પર કેસ નોંધાવ્યો છે.


આ પણ વાંચો:- Sushant Singh Rajput વિશે શેખર કપૂરે કરી હતી એવી ટ્વિટ, લોકોએ કહ્યું- તમે નામ જણાવો


આ કેસ પટના વ્યવહાર ન્યાયાલયમાં સીજેએમને ત્યાં કલમ 107, 109, 299 અને 304 અંતર્ગત નોંધવામાં આવ્યો છે. સાથે જ ભાગવત શર્માએ થેયેટર માલિકોને અનુરોધ કર્યો છે કે, કરણ જોહર અને સલમાન ખાનની ફિલ્મો બિહારમાં ના રિલીઝ કરવામાં આવે. સવર્ણ સેનાએ એવી પણ ચેતવણી આપી છે કે, બિહારમાં સલમાન ખાન તેમજ કરણ જોહરની કોઈપણ ફિલ્મને રિલીઝ થવા નહીં દેવામાં આવે.


આ પણ વાંચો:- Sushant Singh Rajput સુસાઇડ કેસમાં 5 નિર્માતાઓ સાથે કરવામાં આવશે પૂછપરછ


તમને જણાવી દઇએ કે, ગુરૂવારના મુઝફ્ફરપુરમાં પણ ફિલ્મ સેલિબ્રિટીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સલમાન ખાન, આદિત્ય ચોપડા, કરણ જોહર, સાજિદ નડિયાદવાલા, સંજલ લીલા ભંસાલી અને એકતા કપૂર સહિત 8 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંને સ્ટાર ઉપર સુશાંત સિંહ રાજપૂતને પરેશાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- Mahesh Bhatt ની એસોસિએટનો ચોંકાવનારો ખુલાસો, 'સુશાંતને સંભળાતા હતા અવાજો'


તેમના પર કલમ, 306, 109, 504, 506 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સ્ટાર્સ પર આરોપ છે કે ષડયંત્ર અંતર્ગત સુશાંત સિંહ રાજપુતના બિહારી હોવાના કારણે બોયકોટ કરવામાં આવ્યો હતો. ત્યારે પપ્પૂ યાદવ અને ચિરાગ પાસવાને પણ સુશાંતના મોતની સીબીઆઇ તપાસની માગ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube