Sushant Singh Rajput ની પરેશાની વિશે શેખર કપૂરે કરી હતી એવી ટ્વિટ, લોકોએ કહ્યું- તમે નામ જણાવો
Trending Photos
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) દિગ્દર્શક શેખર કપૂર સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતાં. શેખર કપૂરે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંત આ ફિલ્મ માટે ખુબ તૈયારી પણ કરી રહ્યાં હતાં પરંતુ કોઈ કારણસર ફિલ્મ અભરાઈએ ચડી ગઈ. આ ફિલ્મને લઈને સુશાંત અને અને શેખર વચ્ચે કલાકો સુધી વાત ચાલતી હતી. ફિલ્મ ન બની શકતા સુશાંત ખુબ દુ:ખી થયા હતાં અને તેઓ શેખરને ફોન કરીને અનેકવાર રડ્યા હતાં. શેખર કપૂરે હવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી કે ઈન્ડસ્ટ્રીમાં કોના કારણે સુશાંત પરેશાન હતાં. શેખર કપૂરની આ ટ્વિટ બાદ હવે ફેન્સે તેમને કહ્યું છે કે તેઓ તે નામનો ખુલાસો કરે.
I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours. #SushantSinghRajput
— Shekhar Kapur (@shekharkapur) June 15, 2020
શેખર કપૂરે સુશાંતને યાદ કરતા ટ્વિટ કરી હતી કે, "મને એ વાતની જાણકારી છે કે તું કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો. મને ખબર છે કે તને કોણે નીચું દેખાડ્યું. તુ મારા ખભે માથું રાખીને રડ્યો હતો. કાશ હું તે છ મહિનામાં તારી સાથે હોત., કાશ તુ મારા સુધી પહોંચી શક્યો હોત. જે પણ થયું તે તેમના કર્મ છે, તારા નથી."
સુશાંત સિંહ રાજપૂત ઈન્ડસ્ટ્રીમાં કોઈના કારણે પરેશાન હતા તે શેખર કપૂરની આ ટ્વિટથી ખુલાસો થયો. શેખર કપૂરની આ ટ્વિટે ફેન્સમાં ખળભળાટ મચાવી દીધો. શેખરની આ ટ્વિટ બાદ ફેન્સ સતત મેસેજ કરી રહ્યાં છે, તેઓ સવાલ કરી રહ્યાં છે કે તેઓ જલદી જણાવે અને તે વ્યક્તિના નામનો ખુલાસો કરે જેથી કરીને સુશાંત સિંહને ન્યાય મળી શકે. શેખર કપૂરે સોશિયલ મીડિયા યૂઝર્સના આ ટ્વિટ બાદ જવાબ પણ આપ્યો છે.
Can u name them ? No you won't be able to. He was alone in life and his death. The film industry with all its glitz and glamour is shallow really very shallow.
— Marvelous Miss Mudgil (@shmudgil) June 15, 2020
શેખર કપૂરને એક યૂઝરે કહ્યું કે, 'તમારે તે લોબી વિરુદ્ધ બોલવું જોઈએ.' આ ઉપરાંત અનેક યૂઝર્સ શેખર કપૂરને સતત ટ્વિટ કરી રહ્યાં છે કે તેઓ તે નામનો પણ ખુલાસો કરે. આ ટ્વિટ બાદ શેખર કપૂરે પોતાની એક ટ્વિટમાં લખ્યું કે, 'કેટલાક લોકોના નામ લેવાથી કોઈ ફાયદો નથી. તેઓ પોતે સિસ્ટમનો શિકાર છે. જો તમે ખરેખર પરવા કરો છો તો તે સિસ્ટમને જ યોગ્ય કરવાનો પ્રયત્ન કરો. અહીં બધાએ એકજૂથ થઈને કામ કરવું પડશે.'
Naming few people has no value. They themselves are products and victims of a ‘system’ everyone is protesting against.
If you really care, if you’re really angry, then bring down the system. Not the individual. That’s guerilla warfare. Not a spurt of anger. #SushantSinghRajput
— Shekhar Kapur (@shekharkapur) June 16, 2020
અત્રે જણાવવાનું કે એવા પણ અહેવાલો આવી રહ્યાં છે કે સુશાંત સિંહ રાજપૂતના હાથમાંથી અનેક ફિલ્મો નીકળી ગઈ હતી જેના કારણે તેઓ ખુબ પરેશાન હતાં. હવે સુશાંતના ડિપ્રેશન અને આત્મહત્યા જેવા ઘાતક પગલાં પાછળ અસલ કારણ શું છે તે જાણવા માટે દરેક જણ રાહ જોઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે