નવી દિલ્લીઃ રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરતા ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. 23 વર્ષીય પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાનો મૃતદેહ ઓડિશાના ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાંથી મળી આવ્યો...ભાડાના ઘરમાં રશ્મિરેખા પંખા પર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું છે... પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે. રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે તેમની દીકરીના મોત માટે સંતોષ પાત્રા જવાબદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશ્મિરેખાનું ક્યારે મૃત્યુ થયું?
23 વર્ષીય એક્ટ્રેસનું 18 જૂનના રોજ મૃત્યુ થયું હતું. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે. હાલમાં આ સુસાઇડનો કેસ લાગે છે. સુસાઇડ નોટમાં એક્ટ્રેસે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. પરંતુ તેના પિતાએ સંતોષા પાત્રાને જવાબદાર ઠેરવ્યા છે...રશ્મિરેખા પ્રેમી સંતોષ સાથે લિવ-ઇનમાં રહેતી હતી.


દીકરીના મોતની જાણ સંતોષે કરી હતી. તેવું રશ્મિરેખાના પિતાએ કહ્યું... શનિવાર, 18 જૂનના રોજ અનેક ફોન કૉલ કર્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. રશ્મિના મકાનમાલિકે કહ્યું હતું કે સંતોષ ને રશ્મિ બંને પતિ-પત્નીની જેમ રહેતાં હતાં.રશ્મિરેખા ઓડિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેને ટીવી સિરિયલ 'કેમિતિ કહિબી કહા'ના રોલ માટે જાણીતી બની હતી.


કેટલા સમયથી બોયફ્રેન્ડ સાથે રહેતી?
દોઢ માસથી રશ્મિરેખા ઓજિશાના જગતસિંહપુરના જિલ્લાના તિરતોલ વિસ્તારમાં રહેતી હતી. સંતોષ પાત્રા સાથે ભાડાના ઘરમાંથી રહેતી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી બંને અલગ રહેતાં હતાં.


બંગાળી એક્ટ્રેસનો આપઘાત:
18 વર્ષીય સ્ટ્રગલિંગ મોડલ તથા મેકઅપ આર્ટિસ્ટ સરસ્વતીનો મૃતદેહ 28 મેના રોજ રાત્રે ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો..  સરસ્વતી કોલકાતાના બેદિયાડાંગામાં રહેતી હતી. ઉલ્લેખનીય છે કે બંગાળી એક્ટ્રેસ બિદિશા ડે મજુમદાર, પલ્લવી ડે તથા મંજૂષા નિયોગીએ પણ ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આ ત્રણેયની આત્મહત્યાની તપાસમાં એ વાત સામે આવી હતી કે તેઓ ડિપ્રેશનમાં હતાં.