નવી દિલ્હી : અમેરિકાના કેલિફોર્નિયામાં સિનેમાજગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર અવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ ફંક્શનમાં મેક્સિકોના ડિરેક્ટર અલ્ફોંસો કુરોંની ‘રોમા’ને વિદેશી ભાષાની ફિલ્મોની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. મેક્સિકોની આ પહેલી ફિલ્મ છે જેને આ કેટેગરીમાં અવોર્ડ મળ્યો હોય. આ સાથે જ ભારતની શોર્ટ ફિલ્મ ‘પીરિયડ : એન્ડ ઓફ સેન્ટેન્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ સબ્જેક્ટનો અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ પીરિયડ્સ સાથે જોડાયેલી ખોટી ધારણાઓ સામે લડતી મહિલાના જીવન પર આધારિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"204376","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


‘રોમા’ના ડિરેક્ટર કુરોંને 91મા એકેડમી અવોર્ડ સમારોહમાં સિનેમેટોગ્રાફી માટે પણ ઓસ્કાર મળ્યો છે. રિલીઝ પછી આ ફિલ્મની સિનેમેટોગ્રાફીના પણ બહુ વખાણ થાય છે. કુરોં એવી પહેલી વ્યક્તિ છે જેને પોતાના જ ડિરેક્શનમાં બનેલી ફિલ્મની સિનેમેટોગ્રાફી માટે અવોર્ડ મળ્યો હોય. કુરોની આ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મથી લોકોને ભારે આશા છે. આ શ્રેણીમાં કોલ્ડ વોર (પોલેન્ડ), શોપલિફ્ટર્સ (જાપાન), નેવર અવે (જર્મની) તેમજ કેપરનૌમ (લેબનોન)નું પણ નામાંકન થયું હતું.


રોમાની વાર્તા 1970ના દશકના મેક્સિકોની છે. આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સિવાય સ્પાઇડરમેન : ઇન ટુ ધ સ્પાઇડર વર્લ્ડને સર્વશ્રેષ્ઠ અનિમેટેડ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. આ સિવાય એવોર્ડ જીતનાર ફિલ્મોની યાદી નીચે મુજબ છે. 


  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ :  રેજિના કિંગ (ઇફ બીલ સ્ટ્રીટ કુડ ટોક)

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર : માહર્શાલા અલી (ગ્રીન બુક)

  • બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઇન : રૂથ કાર્ટર

  • બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ : ફર્સ્ટ મેન

  • બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ : સ્કિન

  • ઓરિજનલ સ્ક્રિન પ્લે : ગ્રીન બુક

  • બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે :BlacKkKlansman 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...