માતૃત્વને લાંછન લગાડતો કિસ્સો! મોડાસાની આર્ટસ કોલેજના ટોયલેટમાંથી મળ્યું નવજાત ભ્રૂણ

કોલેજમાં પરીક્ષા ચાલતી હોય પરીક્ષાનું પેપર છૂટ્યા બાદ સફાઈ કર્મચારી દ્વારા રેસ્ટ રૂમ ટોયલેટ વિસ્તારને સાફ સફાઈ હાથ ધરવામાં આવતા આ દરમિયાન એક ડોલ ઉંધી પાડેલ નજર આવતા તેને ઊંચી કરતા નીચેથી નવજાત ભ્રુણ મળી આવ્યું હતું.

માતૃત્વને લાંછન લગાડતો કિસ્સો! મોડાસાની આર્ટસ કોલેજના ટોયલેટમાંથી મળ્યું નવજાત ભ્રૂણ

ઝી બ્યુરો/અરવલ્લી: મોડાસામાં આવેલ આર્ટસ કોલેજના ટોયલેટમાંથી એક નવજાત ભ્રૂણ મળી આવવાની ઘટના સામે આવી છે. કોલેજ કેમ્પસમાંથી જ આવી ઘટના સામે આવવાને લઈ સૌને ચોંકાવી મૂક્યા છે. ઘટના અંગે મોડાસા શહેર પોલીસે તપાસ શરુ કરી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી આર્ટ્સ કોલેજના ટોયલેટમાંથી એક નવજાત ભ્રુણ મળી આવવાની ઘટના સામે આવી છે. કોલેજમાં પરીક્ષા ચાલતી હોય પરીક્ષાનું પેપર છૂટ્યા બાદ સફાઈ કર્મચારી દ્વારા રેસ્ટ રૂમ ટોયલેટ વિસ્તારને સાફ સફાઈ હાથ ધરવામાં આવતા આ દરમિયાન એક ડોલ ઉંધી પાડેલ નજર આવતા તેને ઊંચી કરતા નીચેથી નવજાત ભ્રુણ મળી આવ્યું હતું. જેને લઇ અન્ય સ્ટાફ અને પ્રિન્સિપાલને સફાઈ કર્મચારીએ જાણ કરતા ભ્રુણ મળી આવવાના સ્થળે કોલેજ સ્ટાફ દોડી આવ્યો હતો. 

આ અંગે સ્થાનિક ટાઉન પોલીસ મથકને પ્રિન્સિપાલે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને તેને ત્યજનાર માતા સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કરાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news