Oscars 2023: ઓસ્કર્સમાં વાગ્યો ભારતનો ડંકો, `નાટુ નાટુ`એ રચ્યો ઈતિહાસ, બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં મળ્યો એવોર્ડ
RRR song Naatu Naatu wins Oscars: આ વખતે ઓસ્કર્સમાં ભારતનો ડંકો વાગ્યો છે. પહેલા શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીત્યો અને હવે આરઆરઆર ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે.
Oscars 2023: આ વખતે ઓસ્કર્સમાં ભારતનો ડંકો વાગ્યો છે. પહેલા શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીત્યો અને હવે આરઆરઆર ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં 95માં ઓસ્કર્સ એવોર્ડ્સ એટલે કે એકેડેમી એવોર્ડસનું આયોજન થયું છે. જેમાં ભારતનો આ વખતે ડંકો વાગ્યો છે.
નાટુ નાટુને મળ્યો એવોર્ડ
બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીતે જીત્યો છે. મ્યુઝિક કમ્પોઝર એમ એમ કીરવાનીએ પોતાની મજેદાર સ્પીચથી બધાના મન ખુશ કરી દીધા. આ ગીતને એવોર્ડ મળ્યાનું જાહેરાત થતા જ આખું ડોલ્બી થિયેટર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું.
ઓસ્કર 2023: 'પિનોચિયો'ને મળ્યો બેસ્ટ એનિમિટેડ ફિલ્મનો એવોર્ડ, કોને કયો એવોર્ડ મળ્યો
'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' એ રચ્યો ઈતિહાસ, જીત્યો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ
ઓસ્કર એવોર્ડ જીતવાનું સપનું તૂટ્યું, 'બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર' ની થઈ જાહેરાત
નાટુ નાટુનું લાઈવ પરફોર્મન્સે પણ લોકોને ખુશ કરી દીધા હતા. જેની એનાઉન્સમેન્ટ દીપિકા પાદુકોણે કરી હતી. તેને સ્ટેન્ડિંગ ઓવિએશન મળ્યું હતું.