Oscars 2023: આ ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ જીતવાનું સપનું તૂટ્યું, 'બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર' ની થઈ જાહેરાત
All That Breathes Oscars 2023: ઓસ્કર્સ એટલે કે ધ એકેડેમી એવોર્ડ્સ દુનિયાના સૌથી મોટા ફિલ્મ એવોર્ડ્સ છે અને આ વર્ષે આ એવોર્ડ્સ લોસ એન્જેલસમાં હાલ લાઈવ ચાલી રહ્યા છે. આ એવોર્ડ ફંક્શન આ વર્ષે ભારતીયો માટે ખુબ ખાસ છે. કારણ કે ભારતના ચાર નોમિનેશન છે.
Trending Photos
All That Breathes Oscars 2023: ઓસ્કર્સ એટલે કે ધ એકેડેમી એવોર્ડ્સ દુનિયાના સૌથી મોટા ફિલ્મ એવોર્ડ્સ છે અને આ વર્ષે આ એવોર્ડ્સ લોસ એન્જેલસમાં હાલ લાઈવ ચાલી રહ્યા છે. આ એવોર્ડ ફંક્શન આ વર્ષે ભારતીયો માટે ખુબ ખાસ છે. કારણ કે ભારતના ચાર નોમિનેશન છે. દીપિકા પાદુકોણ પણ આ વર્ષે એક એવોર્ડ પ્રેઝન્ટ કરી રહી છે. અત્રે જણાવવાનું કે બધા ભારતીયોની આશાને એક મોટો આંચકો લાગ્યો છે. કારણ કે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરમાં ભારતને નિરાશા મળી છે.
તૂટ્યું સપનું
ભારત માટે ખરાબ સમાચાર છે કારણ કે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મના નોમિનેશન્સ અને વિનરની જાહેરાત થઈ છે અને ભારત જીત્યું નથી. અત્રે જણાવવાનું કે એવોર્ડના તમામ નોમિનેશન્સમાં ભારતની ઓલ ધેટ બ્રીધ્સ(All That Breathes) પણ નોમિનેટેડ હતી. જે હારી ગઈ છે.
Congratulations to 'Navalny,' this year's Best Documentary Feature Film! #Oscars95 pic.twitter.com/xOp8ujCa4k
— The Academy (@TheAcademy) March 13, 2023
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ઓસ્કર એવોર્ડની જાહેરાત
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરનો એવોર્ડ જે ફિલ્મને મળ્યો છે તે છે Navalny. આ બંને ફિલ્મો ઉપરાંત ઓલ ધ બ્યુટી એન્ડ ધ બ્લડશેડ, ફાયર ઓફ લવ, અને અ હાઉસ મેડ ઓફ સ્પ્લિન્ટર્સ પણ નોમિનેટેડ હતી. ઓલ ધેટ બ્રીધ્સ ડોક્યુમેન્ટરી શૌનક સેને ડાઈરેક્ટર કરેલી છે અને તે બે ભાઈઓની કહાની છે. જે દિલ્હીના પ્રદૂષણમાં ચકલીઓની રક્ષા કરે છે અને એક બર્ડ હોસ્પિટલ ચલાવે છે.
હવે આશા ધ એલિફેન્ટ વિસ્પર્સ, ધ છેલ્લો શો અને આરઆરઆરના નાટુ નાટુ ગીત પર ટકેલી છે. કે આજે ભારતને ઓસ્કર એવોર્ડ મળે છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે