મનોરંજનથી ભરપુર હશે June, શાહિદની બ્લડ ડૈડીથી લઈ અસુર 2 થઈ રહી છે OTT પર Release
OTT June Releases: કેટલીક દમદાર વેબસીરીઝ અને ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની છે. જેના કારણે જૂન મહિનો મનોરંજનથી ભરપૂર રહેશે. જૂન મહિના દરમિયાન અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર આ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થશે જેને તમે ઘર બેઠા માણી શકો છો.
OTT June Releases: ઓટીટી પ્લેટફોર્મ ઉપર સતત એવી વેબ સિરીઝ અને ફિલ્મો આવે છે જે લોકોના દિલો દિમાગ ઉપર છવાઈ જાય. ઓટીટી પ્લેટફોર્મ વેબ સીરીઝ અને ફિલ્મો માટે લોકપ્રિય માધ્યમ બની રહ્યા છે. ખાસ કરીને સસ્પેન્સ ફિલ્મો અને વેબસરીઝ માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આવી જ કેટલીક દમદાર વેબસીરીઝ અને ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની છે. જેના કારણે જૂન મહિનો મનોરંજનથી ભરપૂર રહેશે. જૂન મહિના દરમિયાન અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર આ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થશે જેને તમે ઘર બેઠા માણી શકો છો.
આ પણ વાંચો:
Malaika Arora ની સાચી ઉંમર જાણી આવી જશે ચક્કર, જુનો વીડિયો વાયરલ થતાં થયો ખુલાસો
કૃષ્ણા અભિષેકની નેટ વર્થ જાણી ચોંકી જશો, સંપત્તિની વાતમાં કપિલ શર્માને મારે છે ટક્કર
4 મહિના સુધી એક ગ્લાસ દૂધ અને 1 ખજૂર ખાઈ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘટાડ્યું વજન
અસુર 2
અર્શદ વારસી અને વરૂણ સોબતીની આ વેબ સિરીઝના બીજા પાર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ આતુરતાનો અંત આવ્યો છે. અસુરની બીજી સીઝન જીઓ સિનેમા ઉપર એક જૂને રિલીઝ થશે.
સ્કૂલ ઓફ લાઈઝ
ક્રાઈમ વેબ સિરીઝ જોવાના શોખીન હોય તો ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થનાર આ વેબ સિરીઝ તમને પસંદ આવશે. સ્કૂલ ઓફ લાઇઝ બે જૂને રિલીઝ થશે.
સ્કૂપ 2
Netflix પર બે જૂને સ્કૂપ ટુ રિલીઝ થશે. આ વેબ સિરીઝમાં કરિશ્મા તન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરિશ્મા તન્ના એક રિપોર્ટર છે જેના ઉપર હત્યાનો આરોપ લાગે છે અને તે ફસાઈ જાય છે.
બ્લડ ડેડી
ફરજી વેબ સિરીઝ પછી શાહિદ કપૂરની એક્શન ટ્રેલર ફિલ્મ બ્લડ ડેડી 9 જૂને જીઓ સિનેમા પર રિલીઝ થશે. આ ફિલ્મોમાં શાહિદ કપૂર એક્શન કરતો જોવા મળશે.
ધ નાઇટ મેનેજર ટુ
ધ નાઈટ મેનેજર વેબ સીરીઝનો બીજો પાર્ટ 30 જુને ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થશે.