નવી દિલ્હી: હાલ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના ડિજીટલ ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. તેમણે પ્રોડ્યૂસર તરીક અમેઝોન પ્રાઇમની સીરીઝ 'પાતાળ લોક (Paatal LoK)' રિલીઝ કરી છે. જેની સોશિયલ મીડિયા પર તો ખૂબ પ્રશંસા થઇ રહી છે પરંતુ હવે આ સીરીઝના કારણે અનુષ્કા શર્મા (Anushka Sharma) પર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. તેમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવમાં આવ્યો છે એટલા માટે તેમની કાનૂની નોટીસ ફટકારવામાં આવી છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હાં! હવે આ વેબસીરીઝ વિવાદોમાં ફસતી જોવા મળી રહી છે. લોયર ગિલ્ડ મેમ્બર વીરેન સિંહ ગુરૂંગએ સીરીઝની પ્રોડ્યૂસર અનુષ્કા શર્મા (Anushka Sharma)એ લીગલ નોટિસ મોકલી છે. 18મેના રોજ મોકલવામાં આવી આ નોટિસની કોપી ગુરુંગ હવે સોશિયલ મીડિયા પર પણ શેર કરી ચૂક્યા છે. 


આ નોટિસમાં વીરેને સિંહ ગુરંગએ આરોપ લગાવ્યો છે કે વેબ સીરીઝમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ થયો છે, જેથી આખા નેપાળી સમુદાયનું અપમાન થયું છે. વીરેનએ એ પણ કહ્યું 'સીઝન એકને એપિસોડ બેમાંથી 3 મિનિટ અને 41 સેકન્ડ પર પૂછપરછ દરમિયાન શોમાં મહિલા પોલીસ નેપાળી પાત્ર પર જાતિવાચક ગાળનો ઉપયોગ કરે છે. 


હવે આ નોટિસ બાદ વીરેનએ એક ઓનલાઇન પિટિશન પણ શરૂ કરી છે. તેમાં તેમણે કહ્યું કે રચનાત્મક સ્વતંત્રતાના નામે નસ્લવાદી હુમલાને સ્વિકાર ન કરી શકાય. એટલા માટે આપણે આ મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયના હસ્તક્ષેપનો અનુરોધ કરીશું. આ સાથે જ વીરેનએ અમેઝોન અને પ્રોડ્યૂસર અનુષ્કા શર્મા પાસે માફી માંગવા માટે કહ્યું છે. 


સીરીઝ ''પાતાળ લોક'ની વાત કરીએ તો તેમાં જયદીપ અહલાવત, નીરજ કાબી, અભિષેક બેનર્જી, સ્વસ્તિકા મુખર્જી, નિહારિકા, જગજીત, ગુલ પનાગ જેવા કલાકારોએ કામ કર્યું છે. આ વેબ સીરીઝને સુદીપ શર્માએ લખ્યું છે.