નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનથ કોવિંદે સોમવારે 2019 માટે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર પ્રદાન કર્યા. આ અવોર્ડથી અભિનેતા અને ડાન્સર પ્રભુ દેવા, ગાયક શંકર મહાદેવન, દિવંગત પત્રકાર કુલદીપ નૈયર (મરણોપરાંત સન્માનિત) અને ઉદ્યોગપતિ જોન ચેમ્બર્સને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પ્રદાન કરવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : અભિષેક-એશની આરાધ્યા તો ભારે નખરાળી, ખડખડાટ હસાવી દીધા ફોટોગ્રાફર્સને


આ વર્ષે ગણતંત્ર દિવસ પર ચાર પદ્મ વિભૂષણ, 14 પદ્મ ભૂષણ અને 94 પદ્મશ્રી સહિત 112 પદ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી. આ પુરસ્કાર મેળવનારાઓમાં 21 મહિલા, 11 વિદેશ/અનિવાસી ભારતીય/ભારતીય મૂળની વ્યક્તિ/ભારતના ઓવરસીઝ નાગરિક તેમજ એક ટ્રાન્સજેન્ડર શામેલ છે તેમજ ત્રણને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવ્યા છે. 


આ પદ્મ પુરસ્કાર કલા, સામાજિક કાર્ય, સાર્વજનિક મામલા, વિજ્ઞાન તેમજ એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, ખેલ તથા નાગરિક સેવાના ક્ષેત્રમાં આપવામાં આવ્યા છે. અસાધારણ અને વિશિષ્ઠ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ શ્રૈણીની સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ઠ સેવા માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...