ટીવી અભિનેતા પંકિત ઠક્કર હાલ ટીવી શો દન્મ જન્મ કા સાથમાં કુંવર સાનો રોલ ભજવી રહ્યો છે. અભિનેતાએ હાલમાં જ પોતાના એક નવા ઈન્ટરવ્યુમાં શોબિઝ ઈન્ડસ્ટ્રી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પંકિત ઠક્કરે અમારી સહયોગી સાઈટ બોલીવુડ લાઈફ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં તેમના એવા અનેક મિત્રો છે જેમને ડ્રગ્સની આદત છે અને ટાઈમ પાસ અફેરના કારણે પોતાનું કરિયર બરબાદ કરી નાખ્યું છે. અભિનેતાએ કહ્યું કે મે પણ ફેલિયરનો સ્વાદ ચાખ્યો છે. સાચું માનો તો તેની સાથે ડીલ કરવું સરળ હોતું નથી. પરંતુ મે શીખી લીધુ છે કે ફેલિયર જીવનનો અંત નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેતાએ વધુમાં કહ્યું કે 'ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટી લાલચ લોકોમાં ડ્રગ્સને લઈને છે. ડ્રગ્સ થોડા સમય માટે આરામ આપી શકે છે, પરંતુ તે તમારી પાસેથી તમારું ડેડિકેશન, મોટિવેશન, ડિસિપ્લિન વગેરે વધુ છીનવી લે છે.' પંકિતે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં મે મારા અનેક કો સ્ટાર્સને ડ્રગ્સની લતમાં બરબાદ થતા જોયા છે. આ એક એવો રસ્તો છે, જે માણસને અંધારામાં ઢસડી જાય છે. 


અપ્સરા જેવી અભિનેત્રીઓને અડપલાં! છાતી પર હાથ મુક્યો, કોઈએ જોડે સુવાની રાખી શરત!


Movies & Web Series Watch Free: મફતમાં મૂવી અને વેબસિરિઝ જોવા ડાઉનલોડ કરો આ 10 Apps


OTT પર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહી છે આ Movies અને Web Series, જુઓ લિસ્ટ


પંકિતે વધુમાં કહ્યું કે 'ઈન્ડસ્ટ્રીના લોકોમાં બીજો સૌથી મોટો ટ્રેન્ડ મહિલાઓ પ્રત્યે આકર્ષણ છે. આ એક  ખતરનાક  ગેમ છે.' અભિનેતાએ કહ્યું કે મહિલાઓ કોઈ ઓબ્જેક્ટ નથી, તેઓ પણ માણસ હોય છે. મે અનેક કલીગ્સને આ ટ્રેપમાં ફસાતા જોયા છે. આ ચક્કરમાં તેમણે જે વર્ષોની મહેનતથી મેળવ્યું હતું તે પોતાનું બધુ ગુમાવી દીધુ. એ યાદ રાખવું જરૂરી છે કરે કોઈ પણ બિઝનેસમાં સન્માન અને સચ્ચાઈ હોવી જરૂરી છે. 


અભિનેતાએ વધુમાં કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક જૂઠ્ઠી અને દેખાડાની દુનિયા છે., જેમાં ખોવાઈ જવું સરળ હોય છે. આથી એક સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ હોવી જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube