વેક્સીન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ થયા Paresh Rawal, ટ્વીટ કરી આપી જાણકારી
પરેશ રાવલ (Paresh Rawal) એ શુક્રવારે જણાવ્યું કે તે કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટર દ્રારા પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ તપાસ કરાવવાની અપીલ કરી.
નવી દિલ્હી: થોડા દિવસોમાં કોરોના કેસ ફરી વધી ગયા છે. એવામાં બોલીવુડ પણ કોરોનાના કહેરથી બચી શક્યું નથી. તાજેતરમાં જ્યાં આમિર ખાન અને કાર્તિક આર્યન પોઝિટિવ હોવાના સમાચારે ચોકાવ્યા તો બીજી તરફ હવે સમાચાર મળી રહ્યા છે કે બોલીવુડ દિગ્ગજ એક્ટર પરેશ રાવલ (Paresh Rawal) પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે.
પોતે આપી જાણકારી
પરેશ રાવલ (Paresh Rawal) એ શુક્રવારે જણાવ્યું કે તે કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટર દ્રારા પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ તપાસ કરાવવાની અપીલ કરી.
આવું છે પરેશ રાવલનું ટ્વીટ
પરેશ રાવલ (Paresh Rawal) એ ટ્વીટ કર્યું, 'દુર્ભાગ્યવશ, હું કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છું. ગત 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવાનો અનુરોધ કરુ છું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube