`શર્માજી નમકીન`માં Rishi Kapoor નું સ્થાન લેશે પરેશ રાવલ, સાથે હશે Juhi Chawla
અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal), ઋષિ કપૂર (Rishi Kapoor)ના અધુરા ભાગને પૂરા કરવા માટે સહમત થઈ ગયા છે. ફિલ્મમાં એક 60 વર્ષના વ્યક્તિની કહાની છે.
મુંબઈઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)ની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન' (Sharmaji Namkeen)ને 4 સપ્ટેમ્બરે તેમની જયંતિ પર મોટા પડદા પર રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ હજુ બાકી છે. તેનું કારણ છે કે ઋષિ કપૂરની ભૂમિકાનું શૂટ પૂરુ થયું નથી અને હવે તેને પૂરુ કરવામાં આવી રહ્યું છે.
પરેશા રાવલ કરશે અભિનય
અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal), ઋષિ કપૂર (Rishi Kapoor)ના અધુરા ભાગને પૂરા કરવા માટે સહમત થઈ ગયા છે. ફિલ્મમાં એક 60 વર્ષના વ્યક્તિની કહાની છે. મેકગફિન પિક્ચર્સની સાથે રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત આ ફિલ્મ ડેબ્યૂટેન્ટ હિતેશ ભાટિયા ડાયરેક્ટર છે.
આ પણ વાંચોઃ વાયરલ થયો સનીનો ફની વીડિયો, પાણીપુરીની મજા લઈ રહી છે અભિનેત્રી
આ વર્ષે રિલીઝ થશે ફિલ્મ
ટ્રેડ એનલિસ્ટ કોમલ મેહતાએ શુક્રવારે ટ્વીટમાં કહ્યું, 'શર્માજી નમકીન, દિવંગત અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને આ તેમનું છેલ્લું પરફોર્મન્સ હશે.'
આ ફિલ્મોમાં જોવા મળી હતી જૂહી-ઋષિની જોડી
મહત્વનું છે કે આ ફિલ્મમાં અભિનેત્રી જૂહી ચાવલા પણ અભિનય કરતી જોવા મળશે. જૂહી ચાવલા 1990ના દાયકામાં બોલ રાધા બોલ, ઈના મીના ડીકા અને દરાર જેવી ફિલ્મોમાં ઋષિ કપૂર સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મની ટીમને કપૂરની ખોટ પડવાની છે.
દિવંગત અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના 67 વર્ષની ઉંમરે નિધન થયુ હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube