Parineeti Chopra Raghav Chadha: છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપના લીડર રાઘવ ચઢ્ઢા તેના રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. બંનેની સગાઈ અને લગ્નને લઈને સતત ચર્ચાઓ થઈ રહી હતી. તેવામાં આજે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવા છતાં સગાઈને લઈને રાઘવ કે પરિણીતી ચોપડા તરફથી કોઈ જ જાતનું કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી. પરંતુ સગાઈ પહેલા પરિણીતી ચોપડાનું ઘર પણ શણગારવામાં આવ્યું છે. જેને લઈને સગાઈની ચર્ચાઓએ વધુ જોર પકડ્યું. સગાઈની ચર્ચાઓ વચ્ચે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સગાઈના વેલ્યુ પર થતી તૈયારીઓ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Priyanka Chopra ખોલી બોલીવુડની વધુ એક પોલ કહ્યું, આ વસ્તુની પણ થાય છે અહીં ડિમાંડ


રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથે લગ્નની વાત કરી કંફર્મ, લગ્નમાં મીડિયાને નહીં હોય ઈન્વીટેશન


15 વર્ષ પહેલા થઈ હતી Parineeti-Raghav ની પહેલી મુલાકાત, આ રીતે શરુ થઈ Love Story


પરિણીતી અને રાઘવની સગાઈ પહેલા તેમની સગાઈ જે જગ્યાએ થવાની છે તે કપૂરથલા હાઉસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો કોઈ ફંક્શન માટે તૈયારી કરી રહ્યા છે જેમાં મોટા મોટા ટેબલ્સ ગોઠવવામાં આવી રહ્યા છે અને ગેટને પણ શણગારવામાં આવી રહ્યો છે સાથે જ એક ટ્રક પણ અંદર જોવા મળે છે. 



મહત્વનું છે કે પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ક્લાસમેટ હતા. તેમની વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત થોડા સમય પહેલા પંજાબમાં થઈ હતી જ્યાં પરિણીતી એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી અને રાઘવ તેને મળવા ગયો હતો. ચર્ચાઓ છે કે રાઘવ અને પરિણીતીની સગાઈમાં 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રોનો સમાવેશ થાય છે. ચર્ચાઓ એવી પણ છે કે પ્રિયંકા ચોપડા પણ પરિણીતી ની સગાઈમાં હાજરી આપવા માટે અમેરિકાથી ભારત આવી રહી છે.