Priyanka Chopra ખોલી બોલીવુડની વધુ એક પોલ કહ્યું, માત્ર ગોરી ત્વચા જ નહીં આ વસ્તુની પણ થાય છે ડિમાંડ

Priyanka Chopra About Bollywood: હાલ પ્રિયંકા તેના બોલીવુડ અંગેના ચોંકવનારા ખુલાસાના કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં તેણે બોલીવુડ અને પોતાના અંગત સંબંધોને લઈને જે વાતો જાહેર કરી તે ચર્ચામાં છે. આ મુલાકાતમાં તેણે બોલીવુડની ડાર્ક સાઈડ વિશે વાત કરી હતી અને કેટલાક સત્ય ઉજાગર કર્યા હતા.

Priyanka Chopra ખોલી બોલીવુડની વધુ એક પોલ કહ્યું, માત્ર ગોરી ત્વચા જ નહીં આ વસ્તુની પણ થાય છે ડિમાંડ

Priyanka Chopra About Bollywood: પ્રિયંકા ચોપડા હવે માત્ર બોલીવુડનું જ નહીં હોલીવુડનું પણ મોટું નામ બની છે. જો કે હાલ પ્રિયંકા તેના બોલીવુડ અંગેના ચોંકવનારા ખુલાસાના કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં તેણે બોલીવુડ અને પોતાના અંગત સંબંધોને લઈને જે વાતો જાહેર કરી તે ચર્ચામાં છે. આ મુલાકાતમાં તેણે બોલીવુડની ડાર્ક સાઈડ વિશે વાત કરી હતી અને કેટલાક સત્ય ઉજાગર કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે બોલીવુડમાં માત્ર ગોરા રંગની જ નહીં બીજી એક વસ્તુની પણ ખૂબ જ ડીમાંડ કરવામાં આવે છે. અને આ ડીમાંડ છે સ્લિમ બોડીની. તેણે ઉમેર્યું હતું કે શરીરમાં ભલે હાડકાં દેખાય પરંતુ બોડી સ્લીમ હોવી જરૂરી હોય છે. પ્રિયંકાના જણાવ્યાનુસાર જ્યારે તેણે બોલીવુડમાં કામની શરૂઆત કરી હતી ત્યારે કેટલાક લોકોએ તેને જલદી પાતળી થવા કહ્યું હતું.
 
આ પણ વાંચો:

વિવાદ અને વિરોધ વચ્ચે ફિલ્મ The Kerala Story આ 37 દેશોમાં થશે રિલીઝ
 
પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે શરુઆતમાં તેને તેની કારકિર્દીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું હતું કે લોકોએ તેની પાસેથી પણ આશા રાખી હતી કે તે ઝડપથી પાતળી થઈ જાય. કારણ કે ત્યારે પાતળી છોકરી જ સુંદર ગણાતી હતી.  પ્રિયંકાના કહ્યા અનુસાર તેની કારર્કિદીની શરુઆતમાં શરીરના ચોક્કસ વજનની માંગ કરવામાં આવતી અને તે આ તબક્કામાંથી પસાર થઈ ચૂકી છે. પ્રિયંકાએ કહ્યું હતું કે આ બધું બદલાવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિના શરીરમાં તેની ઉંમર સાથે ઘણા ફેરફાર થાય છે.

આ ઉપરાંત પ્રિયંકાએ તેના ભૂતકાળના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેણીએ સ્વીકાર્યું કે તે તેના સહ-કલાકારો સાથે પ્રેમમાં હતી. પ્રિયંકાએ સ્વીકાર્યું હતું કે તેણે ઘણા કલાકારોને ડેટ કર્યા હતા અને તે એક બ્રેકઅપ પછી બીજા સંબંધમાં બંધાતી હતી. જેના કારણે તેણે ક્યારેય પોતાને સમય આપ્યો નથી. પરંતુ નિક જોનસને મળ્યા પહેલા તે 2 વર્ષ સુધી સિંગલ હતી અને તે સમયે તે ફક્ત તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news